ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: જે નેતાઓને લોટરી લાગવાની છે, તેમને ફોન આવવાના શરુ થયાં

ગાંધીનગર, 17 ઓક્ટોબર 2025: દિવાળીની ઠીક પહેલા ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ આજે થવાનું છે. જેના ભાગરુપે રાજ્યમાં ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. જે બાદ હવે આજે 11.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે.
આ મંત્રીમંડળની તૈયારીના ભાગરુપે હવે નેતાઓને ફોન આવવાના શરુ થઈ ગયા છે. જે નેતાઓને ફોન આવ્યા છે, તેમની વાત કરીએ તો, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને ફોન આવી ગયો છે.
ગઈ કાલે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રદ કરાઈ હતી. આ મુલાકાત આજે 9 વાગ્યે થવાની છે. મુખ્યમંત્રી આ મુલાકાતમાં મંત્રીઓના રાજીનામા આપશે અને નવા મંત્રીમંડળ અંગે ચર્ચા કરશે. અહીં ઉલ્લેખનિય છે કે રાજીનામું આપનારા 4-5 મંત્રી રિપીટ થઈ શકે છે. તેમાંથી અમુકનું પ્રમોશન થશે તો અમુકના ખાતા બદલાઈ જશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારમાં દિવાળી પહેલા કેટલાય નેતાના સરનામા બદલાઈ જશે, ગાડી અને બંગલા ખાલી કરાવ્યા












