ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મહેસૂલ વિભાગના 33 અધિકારીઓને પ્રમોશન: GAS કેડરમાં સિલેક્શન સ્કેલની બઢતી

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2026: ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં મોટા વહીવટી ફેરફારના ભાગરૂપે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 વરિષ્ઠ અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. આ અધિકારીઓને ‘સિનિયર સ્કેલ’માંથી ‘સિલેક્શન સ્કેલ’માં બઢતી આપવામાં આવી છે, જેના કારણે તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે. અગાઉના પે-મેટ્રિક્સ લેવલ-12 (₹78,800 – ₹2,09,200)માંથી હવે તેઓ લેવલ-13 (₹1,23,100 – ₹2,15,900)માં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલી અધિસૂચના મુજબ, આ પ્રમોશન તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ અધિકારીઓને તેમની વર્તમાન જગ્યાઓ પર જ પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે કોઈ બદલી કરવામાં આવી નથી. તેમાં રેસિડન્ટ એડિશનલ કલેક્ટર (RAC), ડિસ્ટ્રિક્ટ રુરલ ડેવલપમેન્ટ એજન્સી (DRDA)ના ડિરેક્ટર અને મંત્રીઓના પર્સનલ સેક્રેટરી જેવા મહત્વના પદો પર કાર્યરત અધિકારીઓનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને અધિકારીઓનું મનોબળ વધશે.

પ્રમોશન મેળવનાર અધિકારીઓ

આ યાદીમાં નિવાસી અધિક કલેક્ટર (RAC), DRDA ના નિયામકો અને મંત્રીઓના અંગત સચિવો (PS) નો સમાવેશ થાય છે. જુઓ સંપૂર્ણ યાદી…

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન 2 - image

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન 3 - image

ગુજરાતમાં મહેસૂલ વિભાગ જમીન વહીવટ, તલાટી-મામલતદાર કક્ષાની કામગીરી અને વિવાદોના નિરાકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિભાગમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે, જેમાં જાન્યુઆરીમાં 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં મહેસૂલી કર્મચારીઓ માટે રાજ્યવ્યાપી તાલીમ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 665 કર્મચારીઓને પાંચ દિવસીય તાલીમ આપીને વિભાગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે.

આ પ્રમોશનને વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. અધિકારીઓને ફોન ઉપાડવા અને જનતાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેના તાજેતરના પરિપત્ર પછી આ નિર્ણય વધુ મહત્વનો બની રહ્યો છે. નિષ્ણાતોના મતે, આનાથી વિભાગમાં પારદર્શિતા અને જવાબદારી વધશે. ગુજરાતમાં મહેસૂલ વિભાગની કામગીરીને ડિજિટલાઈઝ કરવા અને જમીન રેકોર્ડને આધુનિક બનાવવા માટે પણ આ અધિકારીઓની ભૂમિકા મહત્વની રહેશે.

આ પણ વાંચો: બે વંદે ભારત ટ્રેન રેલ્વેએ બંધ કરી , કયા રૂટ પર અને કેમ લેવાયો નિર્ણય?

Back to top button