ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉકેલો: ફરિયાદોના નિકાલમાં ઢીલાશ નહીં ચાલે

Gandhinagar News: રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક (G. S. Malik)એ સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો શક્ય તેટલો સ્થાનિક સ્તરે જ સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ છે. આ દિશામાં જિલ્લા કક્ષાએ વધુ અસરકારક અને જવાબદાર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેથી સામાન્ય લોકોને પોતાના સવાલોના ઉકેલ માટે ગાંધીનગર સુધી આવવાની જરૂર ન પડે.

DGPની  જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત

ડીજીપી શ્રી જી. એસ. મલિકે તાજેતરમાં રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતો,સમસ્યાઓના અને વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

Gujarat DGP G.S. Malik directs police officials to ensure prompt resolution of citizens' grievances at the district level

આ પ્રસંગે ડીજીપીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં નાગરિકોને પોતાની ફરિયાદો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર સુધી લાંબુ થવું પડે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા જિલ્લા સ્તરે જ ફરિયાદોના અસરકારક નિવારણ માટે નવી અને વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે.

અરજદારો સાથે ડીજીપીનો રુપરુ સંવાદ

મુલાકાત દરમિયાન ડીજીપીએ રજૂઆત લઈને આવેલા અરજદારો સાથે રૂબરૂ સંવાદ પણ કર્યો હતો અને તેમની સમસ્યાઓ અંગે સીધી જાણકારી મેળવી હતી. ડીજીપીએ અધિકારીઓને સૂચના આપી હતી કે ગાંધીનગર ખાતે પ્રાપ્ત થતી દરેક રજૂઆતને તાત્કાલિક સંબંધિત જિલ્લા અથવા યુનિટ સુધી પહોંચાડવામાં આવે અને તેનો ઝડપી, પારદર્શક તથા ન્યાયસંગત નિકાલ સુનિશ્ચિત કરવામાં આવે.

પીએમ મોદીનો અત્યાર સુધીનો કાર્યકાળ કેવો રહ્યો, ખુદ 12 વર્ષનો હિસાબ આપ્યો

પોલીસ તંત્રને પોલીસવડાએ શું આપી સૂચના?

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જનસંપર્ક કાર્યાલય માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી પોલીસ તંત્રને વધુ લોકભોગ્ય, લોકોપયોગી અને જવાબદાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લોકોના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ ઝડપી ઉકેલ આવી શકે

DGPએ વધુમાં જણાવ્યું કે ‘આગામી સમયમાં જિલ્લા કક્ષાએ પણ જનસંપર્ક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેથી લોકોના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ ઝડપી ઉકેલ આવી શકે અને નાગરિકોને સરળતાથી ન્યાય મળી રહે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્રની આ પહેલ રાજ્યમાં નાગરિક કેન્દ્રિત શાસન અને લોકો પ્રત્યે જવાબદાર વહીવટને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નાઇટક્લબની બહાર ઢિસૂમ ઢિસૂમ, ક્રિકેટર બેન સ્ટોક્સનો વીડિયો વાયરલ
Back to top button