ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: દીકરીના લગ્ની ખરીદી કરવા મહારાષ્ટ્રથી સુરત આવેલા પિતા પર કાળ ફરી વળ્યું

  • દીકરી હાથમાં લગ્નની મહેંદી લાગે તે પહેલા પિતાનું મોત
  • સંબંધીના ઘરની બહાર ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો
  • પોલીસમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

દીકરીના લગ્ની ખરીદી કરવા મહારાષ્ટ્રથી સુરત આવેલા પિતા પર કાળ ફરી વળ્યું હતું. સંબંધીના ઘરની બહાર ઉભા હતા, ત્યારે જ કાળમુખી ટ્રકે તેમને ટક્કર મારી હતી. જ્યાં પિતાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.

પરિવારમાં ટૂંક સમયમાં લગ્નનો માંડવો બંધાવાનો હતો

પરિવારમાં ટૂંક સમયમાં લગ્નનો માંડવો બંધાવાનો હતો, જ્યાં દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી ત્યાં હવે શોકનો માહોલ છે. પરિવારના તમામ અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે, દીકરીના લગ્ન પહેલા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મહારાષ્ટ્રના ધુલિયામાં રહેતા 45 વર્ષીય શરદ પાટીલની દીકરીના લગ્ન દોઢ મહિના બાદ લેવાયા હતા. તેમને પરિવારમાં પત્ની, દીકરી અને દીકરો છે. ત્યારે દીકરીના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે સુરત લગ્નની ખરીદી કરવા આવ્યા હતા.

પોલીસમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા સંબંધીના ઘરે આવ્યા હતા. ત્યારે તેમનો પરિવાર સંબંધીના ઘરમાં હતો, અને શરદભાઈ બહાર ઉભા હતા. આ સમયે એક આશયર ટ્રક પૂરઝડપે ત્યા આવી ચડ્યો હતો. આઈસર ટ્રકના ચાલકે પૂરઝડપે ગાડી દોડાવીને શરદભાઈને ટક્કર મારી હતી. જેથી શરદભાઈને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સાંભળીને જ પાટીલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. જેમાં લિંબાયત પોલીસમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: સુરેન્દ્રનગરમાં ડમ્પર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત, અમદાવાદની 4 મહિલાઓના કરુણ મોત

Back to top button