ગુજરાત: કપાસ સહિતના પાકોને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી

- દસાડા તાલુકામાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ
- ખેડૂતોને નુકશાની અંગે વળતર ચુકવવામાં આવે તેવી પણ માંગ
- ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેમાં દસાડા તાલુકામાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવતા ખેડુતોની હાલત કફોડી બની છે.
દસાડા તાલુકામં ૩૦ કલાકમાં અંદાજે ૩ ઈંચ જેટલો વરસાદ
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં દસાડા તાલુકામં ૩૦ કલાકમાં અંદાજે ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે.
ખેડૂતોને નુકશાની અંગે વળતર ચુકવવામાં આવે તેવી પણ માંગ
એક તરફ ખેડૂતોને અગાઉ થયેલ પાક નુકશાનીનું પુરતું વળતર ચુકવવામાં આવ્યું નથી ત્યારે બીજી બાજુ ફરી જાણે કુદરત રૂઠી હોય તેમ ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને નુકસાની અંગે વળતર ચુકવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.












