અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કોરોનાના 119 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર

અમદાવાદ, તા. 4 જૂન, 2025: ગુજરાતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. રાજ્યમાં બુધવારે કોરોનાના 119 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 508 પર પહોંચી હતી. હાલ 18 દર્દીઓ હોસ્પિટલમાં અને 40 સંક્રમિતો હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 72 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

અમદાવાદ શહેર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. શહેરમાં 4 જૂને કોરોનાના 71 કેસ નોંધાયા હતા અને એક સંક્રમિતનું મોત થયું હતું. જ્યારે 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયા બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું ન મૃત્યુ થયું હતું. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થયો હતો અને ત્રણેય મૃતક મહિલા છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. એક અઠવાડિયા પહેલા શહેરમાં માત્ર 76 દર્દીઓને કોરોના થયો હતો, જ્યારે અત્યારે તેમાં ત્રણ ગણો વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 241ને પાર થઈ છે. તેમાંથી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેટ છે. ખાસ કરીને સૌથી વધુ પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોપલ- ઘુમા, વાસણા, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, નવાવાડજ, વાડજ સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાના વધુ 9 દર્દી નોંધાયા હતા.. આજે 6 દર્દી હોમ આઇસોલેટ રહ્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 18 દર્દી સ્વસ્થ થયા છે. હાલમાં 43 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ કોરોનાના વધી રહ્યા છે કેસ, સાથે રાખો આ 5 વસ્તુ; વાયરસથી થશે બચાવ

Back to top button