ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો શું કારણ

  • ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ
  • અગાઉના મંત્રીમંડળના 4 મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે
  • આ મંત્રીઓના વિભાગો બદલાઈ પણ શકે છે

ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. જો કે, અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ શપથ લીધા હતા, પરંતુ અગાઉના મંત્રીમંડળના 4 મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે, જેમાં ઋષિકેશ પટેલ (અગાઉના આરોગ્ય મંત્રી), કુંવરજી બાવળિયા (અગાઉના પાણી પુરવઠામંત્રી), કનુભાઈ દેસાઇ (અગાઉના નાણામંત્રી) અને પરસોત્તમ સોલંકી (અગાઉના મત્સ્યોદ્યોગ અને પશુપાલન, રાજ્યમંત્રી) સામેલ છે.

આ મંત્રીઓના વિભાગો બદલાઈ પણ શકે છે

રાજકીય વિશ્લેષકોના મતે, આ તમામ મંત્રીઓ અગાઉના મંત્રીમંડળમાં મુખ્ય અને મહત્ત્વના વિભાગો સંભાળતા હતા. આ ચારેય નેતાઓને નવા મંત્રીમંડળમાં એ જ દરજ્જાનું મંત્રીપદ આપવાનું નક્કી હોવાથી તેમના રાજીનામાં સ્વીકારાયા ન હતા.

કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓના પોર્ટફોલિયો જાહેર કરાઈ શકે છે

જો કે, તેમના વિભાગો બદલાઈ પણ શકે છે અને યથાવત્ પણ રહી શકે છે, જેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આજે (17 ઓક્ટોબર) સાંજે કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓના પોર્ટફોલિયો જાહેર કરાઈ શકે છે. હવે જોવાનું એ છે કે, આ તમામ મંત્રીઓને કયા વિભાગોની જવાબદારી સોંપવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જાણીતી ઈ-કોમર્સ એપ્લિકેશન મારફતે છેતરપિંડી, સાવધાન રહો…

Back to top button