ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Gujarat budget 2026-27: રસ્તા-પુલ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવા બજેટમાં આવ્યો માસ્ટર પ્લાન, હાઈ સ્પીડ કોરિડોર બનાવાશે

  • બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે

HD ન્યુઝ ડેસ્કઃ આજે 18મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કનુભાઈ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યું છે. બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.

• રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડની જોગવાઇ.

• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5600 કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઇ.

• અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹1633 કરોડની જોગવાઇ.

• ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹774 કરોડની જોગવાઇ.

• ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹500 કરોડની જોગવાઇ.

• અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹312 કરોડની જોગવાઇ.

•વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹200 કરોડની જોગવાઇ.

• રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹150 કરોડની જોગવાઇ.

• વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹137 કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઈ.

•મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹40 કરોડની જોગવાઇ.

• વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹32 કરોડની જોગવાઇ.

• GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹25 કરોડની જોગવાઈ.

• સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹20 કરોડની જોગવાઈ.

• સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹14 કરોડની જોગવાઈ.

• ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹10 કરોડની જોગવાઇ.

• રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઓડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹10 કરોડની જોગવાઈ.

• કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.

‘અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા કુલ ₹1278 કરોડ’

​આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹1278 કરોડની જોગવાઈ

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બજેટમાં કેટલા કરોડની જાહેરાત કરાઈ?

Back to top button