અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોટા સમાચાર: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું, આ રીતે વિદ્યાર્થીઓ ચેક કરી શકશે

ગાંધીનગર, 08 મે 2025: ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ આજે જાહેર થયું છે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ધોરણ 10 નું પરિણામ 83.08 % જાહેર થયું છે.

ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું. ત્યારે પરિણામ આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અંગ્રેજી વિષયમાં સૌથી વધુ 93.54% વિદ્યાર્થીઓ પાસ થયા

આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. અંગ્રેજી (SL) વિષયમાં સૌથી વધુ 93.54% વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, જ્યારે હિન્દી (SL) વિષયમાં પાસ થનારાઓનું પ્રમાણ 93.51% રહ્યું છે. સંસ્કૃત વિષયમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર રીતે સારી કામગીરી આપી છે, જેમાં 97.06% વિદ્યાર્થીઓ સફળ થયા છે.

1 હજાર 574 સ્કૂલનું 100 ટકા પરિણામ

1 હજાર 574 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યુ છે. 201 સ્કૂલનું 30 ટકાથી ઓછું પરિણામ છે. 45 સ્કૂલનું શૂન્ય પરિણામ છે. 28 હજાર 55 વિદ્યાર્થીને A 1 ગ્રેડ મળ્યો, વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 7.68 ટકા આગળ છે.

વેબસાઇટ અને વ્હોટ્સએપથી આ રીતે કરો ચેક

વ્હોટ્સએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે. તો ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર આ રીતે ચેક કરી શકશો.

આ રીતે વેબસાઈટ પર ચેકી કરી શકશો પરિણામ

  • gseb.org વેબ સાઈટ ઑપન કરીને હોમ પેજ પર દેખાતા Result ઑપ્શનનો સિલેક્ટ કરો
  • હવે HSC Result 2025 વિકલ્પ દેખાશે, જ્યાં તમારો પ્રવાહ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું રહેશે
  • જે બાદ 6 આંકડાનો તમારો સીટ નંબર એડ કરીને GO પર ક્લિક કરો
  • હવે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે. જેનો તમે સ્ક્રીનશૉટ લઈ શકો છો

આ વર્ષે પરિણામ 3 દિવસ વહેલું

ગત વર્ષે 2024 માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. આ વર્ષે એના કરતાં ત્રણ દિવસ વહેલું એટલે આજે 8 મે ના રોજ જાહેર થયું છે.

5 મે એ 12માનું પરિણામ થયું હતું જાહેર

ગયા સોમવારે 5 તારીખે ધોરણ 12 અને ગુજકેટનાં પરિણામ જાહેર થયા હતા. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું હતું. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ હતું. જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું હતું. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.

આ પણ વાંચો: BIG NEWS: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર મોટો હુમલો, 12 સૈનિકોના મૃત્યુ થયા

Back to top button