કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહુવા-જેસરમાં વીજચોરી સામે દરોડા: 548 કનેક્શન તપાસતાં 70માં ચોરી, રૂ. 40.95 લાખનો દંડ

Power Theft Drive  : ભાવનગર PGVCL સર્કલ દ્વારા મહુવા અને જેસર પંથકમાં વીજચોરી ડામવા માટે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં વીજતંત્રની 34 ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી હતી. કુલ 548 વીજ જોડાણો ચકાસવામાં આવતાં 70 કનેક્શનમાં વીજચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે વીજતંત્રે કુલ રૂ. 40.95 લાખનો દંડ ફટકાર્યો હતો.

આ મેગા ચેકિંગ ડ્રાઇવમાં GUVNLની 13, કોર્પોરેટ વિભાગની 9 અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ (O&M) વિભાગની 12 ટીમો સામેલ થઈ હતી. કામગીરી દરમિયાન SRPના જવાનો, વીજ કંપનીના પોલીસ કર્મચારીઓ, સ્થાનિક પોલીસ અને માજી સૈનિકોની પણ મદદ લેવામાં આવી હતી. મહુવા R-1, મહુવા R-2, નેસવડ, જેસર અને બગદાણા 11 KV હેઠળ આવતા વિસ્તારોમાં એકસાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. મહુવા શહેર ઉપરાંત આસપાસનાં ગામડાંઓમાં પણ વીજ જોડાણોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટેક્નિકલ તપાસ દરમિયાન 70 વીજ જોડાણોમાં અલગ-અલગ પદ્ધતિથી વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સંબંધિત જોડાણો કાપી નાખવામાં આવ્યાં હતાં અને વીજચોરી કરનાર ગ્રાહકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ વીજ મીટરો પણ કબજે કરવામાં આવ્યા હતા. આ મીટરોને વધુ તપાસ અને વીજચોરીની પદ્ધતિ જાણવા માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. PGVCLની આ કાર્યવાહીથી વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંસા ભડકી: યુનુસના પૈતૃક ઘર સહિત અનેક સ્થળે આગજની, બોમ્બ વિસ્ફોટ

Back to top button