ગુજરાતટોપ ન્યૂઝ

ભરૂચમાં બે લોકોના શંકાસ્પદ મોત, નશીલા પદાર્થના સેવનની આશંકા

Bhuch News: ભરૂચના અંકલેશ્વરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

સૂત્રો પાસેથી ઘટનાની મળતી વધુ વિગતો મુજબ બે લોકોના શંકાસ્પદ મોત થયાના અહેવાલ છે. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ સહિતની ટીમો સારંગપુર વિસ્તારમાં પહોંચી ગઈ હતી. અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ બંને મૃતદેહોને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

નશીલા પદાર્થના સેવન કર્યું હોવાની આશંકા

મળતી માહિતી અનુસાર, બંને વ્યક્તિના મોત પાછળ નશીલા પદાર્થના સેવનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરાય છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. ત્યારે હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

પેન કિલરના ઇન્જેક્શન લીધા હોવાનું અનુમાન

મળતી માહિતી મુજબ, બંને વ્યક્તિએ પેન કિલર તરીકે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો વધુ પડતો ડોઝ લીધો હોવાના પ્રાથમિક અનુમાનના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પોલીસ અને તબીબી તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ત્રીજા વ્યક્તિને CHC સેન્ટર ખસેડાયો

આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રીજા એક વ્યક્તિની તબિયત લથડતાં તેને સારવાર માટે CHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે. ત્રીજા વ્યક્તિની સારવાર અને તેની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ભરૂચમાં નશાના ઇન્જેક્શનને લઈને તપાસ શરૂ

સમગ્ર ભરૂચ જિલ્લામાં નશાના ઇન્જેક્શન લીધા હોવાના આક્ષેપો વચ્ચે બે લોકોના મોત થતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે. પોલીસ દ્વારા ઇન્જેક્શન ક્યાંથી મેળવ્યા, કોણે આપ્યા અને ખરેખર કયા પદાર્થનો ઉપયોગ થયો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરાઈ રહી છે. હાલમાં પેન કિલરના વધુ પડતા ડોઝને મોતનું સંભવિત કારણ મનાઈ રહ્યું છે, પરંતુ અંતિમ કારણ પોસ્ટમોર્ટમ અને તપાસના પરિણામ બાદ જ જાણી શકાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે TAT-S મેઇન્સ પરીક્ષા: 75 હજાર ઉમેદવારો મેદાનમાં, અમદાવાદમાં 84 અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર પરીક્ષા

Back to top button