જેશ-એ-મોહમ્મદનું મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, 100થી વધુ યુવાનો રડાર પર હતા
Gujarat ATS: ગુજરાતમાં એક મોટી આતંકવાદી સાઝિશને અંજામ આપવામાં આવે તે પહેલા જ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા રાજ્યના 100થી વધુ સ્થાનિક યુવાનોને બ્રેઈનવોશ કરીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ધકેલવાનું એક ભયાનક નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું, જેને એટીએસની સતર્કતાએ ધ્વસ્ત કરી દીધું છે.
આ રીતે યુવાનોને ઉશ્કેરવામાં આવતા હતા:-
તપાસ દરમિયાન આ આતંકી મોડ્યુલની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે.
સાહિત્યનું વિતરણ: કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા માટે ચોક્કસ મદ્રાસાઓ અને સંસ્થાઓનો આશરો લઈ જેહાદી સાહિત્ય વહેંચવામાં આવતું હતું.
લોકલ યુવાનોને ટાર્ગેટ: સ્થાનિક યુવાનોને ગેરમાર્ગે દોરી, ઉશ્કેરણીજનક પ્રવચનો આપીને સંગઠનમાં સક્રિય કરવાનો કારસો રચાયો હતો.
બ્લાસ્ટનું કાવતરું: આ નેટવર્કનો મુખ્ય હેતુ ગુજરાતના વિવિધ શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ અને સશસ્ત્ર હુમલા જેવી મોટી હિંસક ઘટનાઓ ઘડાવીને અરાજકતા ફેલાવવાનો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખ્ય સુત્રધારો ઝડપાયા
સમયસર હરકતમાં આવેલી ગુજરાત ATSની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આ મોડ્યુલના મુખ્ય આતંકવાદીઓ અને તેમના સમગ્ર સ્લીપર સેલ નેટવર્કને દબોચી લીધું છે. પકડાયેલા આરોપીઓની હાલ ગુપ્ત સ્થળે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ તપાસના તાર અન્ય રાજ્યો કે સરહદ પાર સુધી જોડાયેલા છે કે નહીં તે અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
100થી વધુ સ્થાનિક યુવાનોના બ્રેઈનવોશિંગનું આતંકી નેટવર્ક
ગુજરાતમાં આતંકવાદના મૂળિયા મજબૂત કરવા માટે જેશ-એ-મોહમ્મદના વિદેશી આકાઓએ એક ખતરનાક બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સંગઠન દ્વારા રાજ્યના 100થી વધુ સ્થાનિક યુવાનોને નિશાન બનાવી, તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે એક સુઆયોજિત અને ગુપ્ત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું.
મદ્રસાઓ અને સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીનો પ્રયાસ
આ આતંકી નેટવર્ક અત્યંત ગુપ્ત અને સુઆયોજિત રીતે સક્રિય હતું. સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, કેટલીક ચોક્કસ મદ્રાસાઓ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં જેહાદી સાહિત્ય અને ભડકાઉ સામગ્રીનું વિતરણ કરવામાં આવતું હતું. કટ્ટરપંથી વિચારધારા ફેલાવીને યુવાનોને દેશની લોકતાંત્રિક વ્યવસ્થા સામે બળવો કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા. આ માટે આતંકી આકાઓ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ અને પર્સનલ મીટિંગ્સ (ગુપ્ત બેઠકો) નો મોટા પાયે ઉપયોગ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા.
રાજ્યને દહેલાવવાનું બોમ્બ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ
આ પર્દાફાશમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો છે કે, આ મોડ્યુલ માત્ર યુવાનોનું બ્રેઈનવોશિંગ જ નહોતું કરતું, પરંતુ તેઓ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ અને મોટી હિંસક ઘટનાઓ ઘડવાની ફિરાકમાં હતા. રાજ્યની શાંતિ-સલામતીને ભંગ કરી જાનમાલનું મોટું નુકસાન પહોંચાડવાનું આ ભયાનક કાવતરું તેના અંતિમ ચરણમાં હતું, પરંતુ તે પહેલાં જ ATSની સતર્કતાએ દેશવિરોધીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
વધુ ધરપકડના સંકેત
ATSના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ મામલે અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે છે, તેમજ આ કાવતરામાં સામેલ અન્ય કેટલાક સ્થાનિક સાગરીતોની ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ સંવેદનશીલ ઓપરેશનને પગલે ગુજરાત પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ હાલ હાઈ એલર્ટ પર છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત અને અભેદ્ય રાખવા માટે સંવેદનશીલ સ્થળો પર કડક મોનિટરિંગ સહિતના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :ભારે વરસાદે રાજૌરીમાં મચાવી તબાહી, 200થી વધુ વાહનો પાણીમાં વહી ગયા
આ પણ વાંચો :નાગપુરમાં ટ્રેનની અડફેટે 6 હરણના મોત, મુંબઈ-હાવડા ટ્રેક પર દુર્ઘટના












