ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓના ઘરેથી રાઇસિન ઝેરની લેબ અને 6 લિટર જોખમી કેમિકલ મળ્યા

અમદાવાદ, 13 નવેમ્બર 2025: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS)એ ગુરુવારે એક વર્ષની ગુપ્ત તપાસ બાદ ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકીઓને ધરપકડ કરી મોટુ આતંકી કાવતરુ નિષ્ફળ બનાવી છે. મુખ્ય આરોપી ડૉ. અહમદ મોહિઉદ્દીન સૈયદ (૩૫, હૈદરાબાદ) અમદાવાદ-મહેસાણા હાઇવે પર આદલજ ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો. તેની કારમાંથી ત્રણ પિસ્તોલ, ૩૦ કાર્તુજો અને ૪ લિટર કાસ્ટર ઓઇલ મળ્યા, જે ઘાતક ઝેરી રાઇસિન બનાવવા વપરાય છે.
અહમદના મોબાઇલ ડેટા પરથી ATSએ બનાસકાંઠામાંથી અઝાદ સુલેમાન શેખ (૨૦) અને મોહમ્મદ સુહેલ ખાન (૨૩)ને પણ પકડ્યા. આ ત્રણેય અફઘાનિસ્થાનના ISIS-એક કબીલા (ISKP)ના ઓપરેટિવ અબુ ખબીજાના સંપર્કમાં હતા. અબુખબીજાએ ૧ લાખ રૂપિયા મોકલીને હૈદરાબાદના અસલમંજીલ (મકાન નં. ૯)માં લેબ તૈયાર કરાવી હતી.
ATSએ ત્યાંથી રાઇસિન બનાવવાની સામગ્રી, કેમિકલ ઇક્વિપમેન્ટ અને ૬ લિટર ઝેરી મિશ્રણ કબજે કર્યું, જે FSLમાં મોકલાયું છે. આરોપીઓ દિલ્હી, લખનઉ, અમદાવાદમાં RSS કાર્યાલયો, મંદિરો અને ભીડભાડવાળા સ્થળો પર વિષાત્મક હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા. તેઓએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લાવ્યા અને ગાંધીનગરના કબ્રસ્તાનમાં છુપાવ્યા હતા.
આ પણ વાંચો: નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન પિતા પુત્ર મોતને ભેટ્યા એક સાથે અંતિમ યાત્રા નિકળતા ગામ હિબકે ચઢ્યુ











