ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘એ ભયાનક ક્ષણો આજે પણ…’, પ્લેન ક્રેશનો વીડિયો ઉતારનાર આર્યને શું કહ્યું?

AI 171 crash anniversary: બરાબર એક વર્ષ પહેલા 12મી જૂન 2025ની તારીખે અમદાવાદમાં એક એવી ઘટના બની કે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. શહેરના લોકો માટે તો દિવસ સામાન્ય જ હતો, જો કે બપોરના સમયે બનેલી એ ઘટનાએ ન માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું.

તમને વાંચીને ખ્યાલ આવી ગયો હશે કે વાત અમદાવાદ પ્લેન ક્રેશની થઈ રહી છે, જી હા આજે (11 જૂન 2026) અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની એ ફ્લાઈટની જ વાત કરી રહ્યા છીએ જે ગયા વર્ષે 12મી જૂને ક્રેશ થયું હતું. આવતીકાલે (12 જૂન 2026) આ અત્યંત ભયાનક દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ છે.

એક વર્ષ પહેલા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171 ટેકઓફ કર્યાના માત્ર 32 સેકન્ડ પછી ક્રેશ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના માત્ર 8 મિનિટમાં જ બની હતી. પ્લેન એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં બીજી મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે ભયાનક રીતે ક્રેશ થયું હતું.

આ ભયાનક વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં પ્લેનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 અને જ્યાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાં 19નો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું.

અમદાવાદ પ્લેન ક્રેશ : દુર્ઘટનામાં બચેલ વિશ્વાસ કુમાર રમેશ 1 વર્ષ બાદ કરી રહ્યા છે આ મુશ્કેલીનો સામનો

આ પ્લેન દુર્ઘટનાનો વીડિયો થોડી જ ક્ષણોમાં મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી આર્યન અંસારી (17) હતો, જેને આ ઘટના નજરો નજર જોઈ હતી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તેના પિતાને મળવા આવેલા આર્યન તેના ઘરની છત પર ઊભો હતો ત્યારે તેણે નીચા ઉડતા વિમાનને જોયું ત્યારે તેણે તરત જ તેના મોબાઇલ ફોન પર વિમાનનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

આંખના પલકારામાં, વિમાન ક્રેશ થયું અને ક્રેશ થઈને ભડભડ સળગી ઉઠ્યું હતું. આ ભયાનક અકસ્માતનો ફૂટેજ આર્યનના મોબાઇલ ફોનમાં કેદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને દેશ અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો, અને આર્યન પોતે ધ્યાનનું કેન્દ્ર બન્યો. આર્યન એકમાત્ર છોકરો હતો જેણે આ અકસ્માત ફક્ત જોયો જ નહીં પણ તેનો લાઇવ વીડિયો પણ કેદ કર્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આર્યન હાલ ક્યાં છે?

આર્યન તેના પરિવાર સાથે અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ખાનપુર ગામમાં રહે છે. તેના પિતા, મગનભાઈ અંસારી, કામ માટે અમદાવાદમાં રહે છે. આર્યને હાલમાં જ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા આપી હતી. એક વર્ષ પહેલા, તે તેના પિતાને મળવા અમદાવાદ આવ્યો હતો અને આ ભયંકર દુર્ઘટના જોઈ હતી.

અમદાવાદમાં થયેલા આ ભયાનક વિમાન દુર્ઘટનાની યાદો હજુ પણ તેને સતાવે છે. ઘટનાની એક વર્ષગાંઠ પર આર્યને અકસ્માતમાં ગુમાવેલા જીવ માટે ભગવાનને પ્રાર્થના કરી કે આવી દુ:ખદ અને ભયાનક ઘટનાઓ ફરી ક્યારેય ન બને અને દેશના તમામ નાગરિકો સુરક્ષિત રહે. આર્યન અંસારીએ આ ઘટનાને યાદ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે, ‘ભયાનક દ્રશ્યો હજુ પણ તેના મનમાં તાજા છે.’ અમદાવાદમાં થયેલા આ હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનાએ ઘણા પરિવારોને બરબાદ કરી દીધા.

આ પણ વાંચો : ઓમાન નજીક ભારતીય જહાજ ‘જલવીર’ પર હુમલો, ત્રણ દિવસમાં ત્રીજો હુમલો
Back to top button