ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : રૂ.30 લાખની લાંચ કેસમાં ઝડપાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવને મળી આકરી સજા!

  • આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા
  • ભ્રષ્ટ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની નોકરીમાંથી હકાલપટ્ટી
  • હોસ્પિટલોમાં બાકી પૈસાના બિલો પાસ કરાવવા હોય તો પણ દાનદક્ષિણા

ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે. નાયબ નિયામક સામેની તપાસનુ ફિંડલું વાળવા 30 લાખ રૂપિયાની લાંચ પ્રકરણમાં ઝડપાયેલાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારને નોકરીમાંથી છૂટા કરાયા છે.

આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા

છેલ્લાં ઘણાં વખતથી ગુજરાતમાં રાજ્ય આરોગ્ય વિભાગ ચર્ચામાં રહ્યું છે કેમકે, ખ્યાતિ કાંડમાં ખુલાસો થયો છે કે, પૈસા આપો તો, બારોબાર આયુષ્યમાન કાર્ડ પણ તૈયાર થઈ જતાં હતાં. જૂના સચિવાલયમાં બેસીને આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હતા. આ જ પ્રમાણે, હોસ્પિટલોમાં બાકી પૈસાના બિલો પાસ કરાવવા હોય તો પણ દાનદક્ષિણા આપવી પડે છે. નહીંતર બિલો પાસ થતાં જ નથી એવી ફરિયાદો ઉઠી છે.

એસીબીના દરોડામાં સામે આવી હકીકત

એસીબીના દરોડામાં પૂરવાર થયું છે કે, ડૉક્ટરો સામે થતી તપાસની ફાઇલ અભરાઈએ ચડાવવી હોય તો પણ પૈસા લેવાય છે. ત્યારે હવે સરકારે પ્રતિષ્ઠા સુધારવા ભ્રષ્ટ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. એવુ જાણવા મળ્યું છે કે, સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમાર આરોગ્ય અધિક સચિવના વચેટિયા તરીકે કામ કરતાં હતાં. આમ, આરોગ્ય વિભાગમાં પૈસા આપો તો ફાઈલ પાસ થઈ જાય, તપાસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય અને બિલો પણ પાસ થઈ જાય.

આ પણ વાંચો: અમદાવાદ : શહેરમાં ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

Back to top button