ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

2026ને લઈ અંબાલાલ પટેલની ડરામણી આગાહી: વાવાઝોડા અને કુદરતી આફતો આવશે, જાણો ગુજરાતમાં શું થશે?

અમદાવાદ, 02 જાન્યુઆરી 2026: ગુજરાતનું હવામાન 2026માં કેવું રહેશે, તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેમાં અંબાલાલે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આકાશમાં વાદળો હટતા જશે. તેમજ 2થી 4 જાન્યુઆરી દરમ્યાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પર્વતિય વિસ્તારમાં ભારે બરફવર્ષા થશે અને પવનના તોફાનો આવશે. ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે ગુજરાતમાં હજુ વધારે ઠંડી આવશે.

4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે જે ઠંડી લાવશે. તથા 11 જાન્યુઆરી ઠંડીના પવનો હાડ ધ્રુજાવશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. તથા કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે. તેમજ નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. તેમજ ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે. તથા સવારે 5થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે. બપોર થતા પવન ફૂંકાશે અને બપોર બાદ પણ પવન ફૂંકાશે.

હવામાન વિભાગ મુજબ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં માવઠું વરસી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો પણ વધવાની સંભાવના છે. જામનગર જિલ્લામાં ભરશિયાળે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. નવારણુંજા, દેવપુર, પીઠડીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માવઠાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2026માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, અને તેનો પ્રભાવ એ છે કે આ સમયે વૈશ્વિક સ્તરે આગ, અકસ્માત ઘટના બનવાની શક્યતા છે. જેમ કે દેશ-દુનિયામાં વાવાઝોડાંની સમસ્યામાં વધારો થઈ શકે છે. તેઓ માને છે કે 2026માં મીન રાશિના શનિનો પ્રભાવ એવું હોય કે કેટલાય દેશોમાં પૂર અને પ્રકૃતિની આપત્તિઓ થવાનો સંકેત છે.

આ સાથે, આગાહી છે કે, આ વર્ષે ઘણી કુદરતી આફતો આવશે. આમાં જ્વાળામુખી ફાટવા, વાદળ ફાટવા, વિનાશક ભૂકંપ આવવો અને આબોહવા પરિવર્તનને કારણે માવઠા જેવા ઘણા સંકટનો સમાવેશ થાય છે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, પૃથ્વી પરની લગભગ સાત થી આઠ ટકા જમીન આ પ્રકારની કુદરતી આફતની કટોકટીથી પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો: રિક્ષાચાલકો માટે ખુશખબર: આજથી CNGના ભાવમાં ઘટાડો થયો, જાણો નવા ભાવ

Back to top button