ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસલાઈફસ્ટાઈલ

ખુશખબરઃ હવે જૂના ઘરને બદલે રિડેવલપમેન્ટમાં ઘર લેશો નહી આપવો પડે કોઇ ટેક્સ

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2025: જો તમારુ ઘર બિલ્ડરે રિડેવલપમેન્ટમાં લીધુ હોય અને તેની સામે નવું ઘર આપ્યુ હોય તેની પર કોઇ પ્રકારે કર આપવાનો રહેશે નહી. મુંબઇ આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલ એટલે કે આઇટીએટીએના સભ્યો બીઆર બંસલ અને સંદીપ ગોસાઇએ તાજેતરમાં એક ચૂકાદામાં ઠરાવ્યુ હતુ કે હાલના ફ્લેટ સામે ચાલી રહેલા રિડેવલપમેન્ટ યોજનામાં એક નવો ફ્લેટ પ્રાપ્ત કરવા પર કર લાગતો નથી.

ખંડપીઠના જણાવ્યા અનુસાર, જો કોઈ બિલ્ડર જૂના ફ્લેટના બદલામાં નવી બિલ્ડિંગમાં ફ્લેટ આપે છે, તો તેનો કોઈ ફાયદો નથી. એટલે કે, માત્ર જૂના ફ્લેટને નવા ફ્લેટમાં બદલવાથી કોઈ કરપાત્ર આવક ઊભી થતી નથી. આ કેસની વિગત એવી છે કે અનિલ દત્તારામ પીતાલે નામની વ્યક્તિએ 1997-98માં સહકારી મંડળીમાં ફ્લેટ ખરીદ્યો હતો. ડેવલપર સાથેના કરાર મુજબ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યુ હતુ. પીતાલેને ડિસેમ્બર, 2017માં નવો ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. નવા ફ્લેટ માટે સ્ટેમ્પ ડ્યૂટીની કિંમત 25,17,700 રૂપિયા હતી. જૂના ફ્લેટની કિંમત 5,43,040 રૂપિયા હતી. આ રીતે, આ બંને વચ્ચે 19,74,660 રૂપિયાનો તફાવત હતો. આવકવેરા વિભાગે આ તફાવતને અન્ય સ્ત્રોતોની આવક ગણીને તેના પર ટેક્સ લાદ્યો હતો. પિટાલેએ તેની સામે ITATમાં અપીલ કરી હતી. ITAT મુજબ, કલમ 56(2)(x)ની જોગવાઈઓ વર્તમાન કેસમાં લાગુ થશે નહીં. આ કિસ્સામાં, આ વ્યવહારોને કારણે કરદાતા પર કોઈ કર જવાબદારી રહેશે નહીં.

ભવિષ્યમાં આવા સોદા પર રાહત મળશે

કાનૂની નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી ભાવિ મકાનમાલિકોને ચોક્કસપણે ફાયદો થશે જેઓ તેમના હાલના ઘરોને નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સ સાથે બદલવાનું વિચારશે. જો કે જૂના ફ્લેટને તોડીને જૂના ફ્લેટના બદલામાં નવી મિલકત મેળવવી એ કરપાત્ર નથી, પરંતુ ભવિષ્યમાં નવી મિલકતના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.

આ પણ વાંચોઃ 18 મે સુધી રહેશે શનિ અને રાહુનો સાથ, આ રાશિઓ માટે ટેન્શન

Back to top button