ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ગૂગલે સીસીઆઇને રૂ. 20.24 કરોડની કરી ચૂકવણી

નવી દિલ્હી, 22 એપ્રિલ, 2025: ગૂગલે કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ને રૂ. 20.24 કરોડની ચૂકવણી કરીને એન્ડ્રોઇડ ટીવી સાથે સંકળાયેલા એક મામલાનો ઉકેલ લાવી દીધો છે. ભારતમાં નવા કોમ્પ્ટીશન કાયદા હેઠળ પતાવટ કરવામાં આવી હોય તેવો આ પહેલો કેસ છે. 2023માં આ કાયદા સાથે સંકાલેી જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે અગાઉ 2021માં રેગ્યુલેટરે ગૂગલ વિરુદ્ધ વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા.

ત્યાર બાદ ગૂગલે આ મામલાને પતાવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો અને સીસીઆઇને તેની પર વિચાર કર્યો હતો. સીસીઆઇ તે વખતે વિચાર્યુ હતુ કે ન્યુ ઇન્ડિયા એગ્રમેન્ટ હેઠળ ગૂગલને ભરતમાં એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી માટે પ્લે સ્ટોર અને પ્લે સેવાઓ માટે એક અલાયદો પરવાનો આપશે. તેનાથી આ સેવાઓ સંબંધિત ડિફોલ્ટ પ્લેસમેન્ટ સંબંધિત શરતો લગાવવાની જરૂરિયાત ખતમ થઇ જશે એમ રેગ્યુલેટરે સોમવારે જારી કરેલા એક નોટીફિકેશનમાં જણાવ્યું હતું. આમ રેગ્યુલેટરે ગૂગલનો પ્રસ્તાવ સ્વીકારીને આ કેસનો ઉકેલ લાવી દીધો છે.

આ પણ વાંચોઃ ભારતે સ્ટીલ પર લગાવી 12 ટકા હંગામી ટેરિફ, 200 દિવસ સુધી રહેશે લાગુ

Back to top button