ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Chromeમાં હવે Gemini કરશે વેબ સર્ફિંગનું કામ! જાણો કેવી રીતે

GEMINI : Google Chromeમાં Gemini હવે માત્ર વેબપેજ સમજવા અથવા સવાલોના જવાબ આપવા પૂરતું સીમિત નહીં રહે. Googleએ ભારતમાં Android યુઝર્સ માટે Gemini in Chrome ઉપલબ્ધ કરી દીધું છે. તેની સાથે Auto Browse ફીચર પણ રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી AI એક વેબસાઇટથી બીજી વેબસાઇટ પર જઈને અનેક સ્ટેપવાળા ઓનલાઈન કામ કરી શકે છે. (Google Gemini)

એટલે કે, યુઝરે દરેક કામ જાતે કરવાની જરૂર નહીં પડે. Gemini કેટલાક ઓનલાઈન ટાસ્ક પોતાની રીતે પૂર્ણ કરી શકે છે. તો ચાલો જાણીએ કે Auto Browse ફીચર કેવી રીતે કામ કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Android પર પણ આવ્યું Gemini in Chrome

Gemini in Chromeને ભારતમાં શરૂઆતમાં ડેસ્કટોપ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. હવે Android યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે.

તેની મદદથી યુઝર્સ કોઈપણ વેબપેજ અંગે સવાલ પૂછી શકે છે, લાંબા આર્ટિકલનો સાર જાણી શકે છે અને બ્રાઉઝર છોડ્યા વિના Google Keep અને Calendar જેવી એપ્સ સાથે Geminiને કનેક્ટ કરી શકે છે.

આ ઉપરાંત, ફોન પર બ્રાઉઝિંગ કરતી વખતે Geminiની ઈમેજ જનરેશન ક્ષમતાનો પણ ઉપયોગ કરી શકાશે. તેમાં Nano Bananaની મદદથી ઈમેજ બનાવવાનો અથવા પહેલેથી રહેલી ઈમેજમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ સામેલ છે.

Auto Browse કેવી રીતે કામ કરશે?

ભારતમાં Auto Browse ફીચર ડેસ્કટોપ અને Android બંને પર ઉપલબ્ધ છે. જોકે હાલમાં તેનો ઉપયોગ માત્ર Google AI Pro અને AI Ultra સબ્સ્ક્રાઇબર્સ કરી શકે છે.

આ ફીચર સામાન્ય Autofillથી અલગ છે. Autofill મુખ્યત્વે ઓનલાઈન ફોર્મમાં માહિતી ભરવાનું કામ કરે છે, જ્યારે Auto Browse અનેક સ્ટેપવાળા ઓનલાઈન કાર્યો પણ સંભાળી શકે છે.

Gemini અલગ-અલગ વેબસાઇટ પરથી માહિતી એકત્રિત કરી શકે છે, ફોર્મ ભરી શકે છે અને વારંવાર કરવામાં આવતા કેટલાક ઓનલાઈન કામ પણ પૂર્ણ કરી શકે છે.

ઉદાહરણ તરીકે, કોઈ ઈવેન્ટ માટે પાર્કિંગ બુક કરવું, ગ્રોસરી ઓર્ડર કરવી અથવા અલગ-અલગ તારીખો માટે હોટેલ અને ફ્લાઈટના ભાવ ચેક કરવા જેવા કામ Gemini કરી શકે છે.

આ પણ વાંચો:Amazon Sale આવતીકાલથી LIVE! આ પ્રીમિયમ ફોન સસ્તા ભાવે મળશે

શોપિંગમાં પણ કરશે અનેક કામ

Auto Browseનો ઉપયોગ થોડા વધુ મુશ્કેલ કામો માટે પણ કરી શકાય છે. જેમ કે, યુઝર કોઈ તસવીરના આધારે કોઈ પ્રોડક્ટ શોધવા માટે Geminiને કહી શકે છે.

ત્યારબાદ AI અલગ-અલગ પ્રોડક્ટની કિંમતોની સરખામણી કરી શકે છે, યોગ્ય પ્રોડક્ટને કાર્ટમાં ઉમેરવામાં મદદ કરી શકે છે અને ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં પણ મદદ કરી શકે છે.

જરૂરી કામ પહેલાં યુઝરની મંજૂરી લેશે

Auto Browse વેબસાઇટ્સ પર સીધું કામ કરી શકે છે, તેથી Googleએ તેમાં કેટલાક સિક્યોરિટી ફીચર્સ પણ ઉમેર્યા છે.

જો કોઈ વેબપેજ પર એવો ખોટો અથવા ભ્રામક નિર્દેશ આપવામાં આવ્યો હોય, જે AIને પોતાની રીતે કામ કરવા માટે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે, તો સિસ્ટમ તેને ઓળખી શકે છે.

આ ઉપરાંત, પૈસા ખર્ચવા, પ્રાઇવસી સાથે જોડાયેલા અથવા અન્ય મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરતા પહેલાં Gemini યુઝરની મંજૂરી માંગશે. આ રીતે આવા મહત્વપૂર્ણ કામ દરમિયાન યુઝરનો કંટ્રોલ જળવાઈ રહેશે.

આ પણ વાંચો:24 કલાકમાં બે વખત અટકાયત, રાહુલ-પ્રિયંકાના વિરોધથી દિલ્હી ગરમાયું

Back to top button