ટ્રેન્ડિંગનેશનલ

UP: એકતરફી પ્રેમમાં યુવકે વિદ્યાર્થીનીને ગોળી ધરબી દીધી, જાણો શું છે મામલો

UP: ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, શનિવારે રાત્રે નાગાલાબેર ગામમાં એક યુવકે ઘરમાં ઘૂસીને એક વિદ્યાર્થીનીના માથામાં ગોળી મારી દીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી યુવક આ યુવતીને પ્રેમ કરતો હતો. યુવતીના લગ્ન નક્કી થતા તેણે આ ગુનો આચર્યો હતો. હાલ યુવતીને ગંભીર હાલતમાં મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ કેસમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

આ યુવતી Mscના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામનો એક યુવક લાંબા સમયથી આ યુવતીને હેરાન કરતો હતો. યુવક તેના પ્રેમમાં પાગલ હતો. તાજેતરમાં જ વિદ્યાર્થીના લગ્ન નક્કી થયા હતા. લગ્ન નક્કી થયા ત્યારથી જ આરોપી ગુસ્સે હતો.

યુવકે વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું

શનિવારે રાત્રે, વિદ્યાર્થીની તેના ઘરે રૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે યુવક આવ્યો અને વિદ્યાર્થીની પર પિસ્તોલ વડે ફાયરિંગ કરી દીધું અને ભાગી ગયો. ગોળી વિદ્યાર્થીનીના માથામાં વાગી અને તે લોહીલુહાણ થઈને જમીન પર પડી ગઈ. ગોળીનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો દોડી આવ્યા અને તેણીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી. તેની હાલત ગંભીર હોવાથી તેને મેરઠ રિફર કરવામાં આવી. વિદ્યાર્થીનીની હાલત હજુ પણ ગંભીર છે.

ચાર પોલીસ ટીમો તૈનાત

મોદીનગરના એસીપી અમિત સક્સેનાએ જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ રિપોર્ટ દાખલ કરવામાં આવશે. આરોપીને શોધવા માટે ચાર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: લગ્ન પ્રસંગમાં જમવાનુ બનાવતી વખતે રસોઈયો ઉકળતા તેલમાં પડ્યો, પાંચ દિવસની સારવાર બાદ મોત

Back to top button