ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે: 81 લાખ મતદારો આપશે કિંમતી વોટ

HD ડેસ્ક ન્યૂઝ, ૨૧ જૂન, 2025: સમગ્ર ગુજરાતમાં આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2025) યોજાવાની છે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાવાનું છે.

રવિવારે ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાવાનું છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 751 ગ્રામ પંચાયતો થઈ છે સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે. હવે આવતીકાલે કુલ 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 3,939 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 36 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

Back to top button