ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

વિરાટ-રોહિતને લઈને ગૌતમ ગંભીરનું ચોંકાવનારૂ નિવેનદ, વાપસી પર પહેલીવાર તોડી ચુપ્પી

નવી દિલ્હી: 14 ઓક્ટોબરઃ 2025: Cricket: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્માના ક્રિકેટ ભવિષ્ય અંગે વાત કરી છે. આ બંને ખેલાડીઓએ ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન હવે 2027ના વન-ડે વર્લ્ડ કપ પર છે.

ગંભીરનું નિવેદન

ગંભીરે જણાવ્યું હતું કે, “હું માનું છું કે, વર્તમાનમાં રહેવું ખૂબ જ જરૂરી છે. આ એવી બાબત છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.” રોહિત અને કોહલીના અનુભવ વિશે તેમણે કહ્યું કે, “સ્પષ્ટપણે તેઓ ક્વોલિટી પ્લેયર્સ છે અને તેમનો અનુભવ ઓસ્ટ્રેલિયામાં મૂલ્યવાન સાબિત થશે. આશા છે કે આ બંને ખેલાડીઓ સફળ પ્રવાસ કરશે અને વધુ મહત્ત્વની વાત એ છે કે, એક ટીમ તરીકે, અમે સફળ સીરિઝ રમીશું.”

ગંભીરે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 50 ઓવરનો વર્લ્ડ કપ હજી અઢી વર્ષ દૂર છે, તેથી હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે સિરીઝ પર ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ

વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતની 15 સભ્યોની વન-ડે ટીમનો ભાગ છે, જે 19, 23 અને 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની સિરીઝ રમશે. આ સિરીઝમાં ટીમની કમાન નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ સંભાળશે. 50 ઓવરના ફોર્મેટમાં ફૂલ-ટાઇમ કેપ્ટન તરીકે ગિલ માટે આ પ્રથમ અસાઇનમેન્ટ હશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝમાં ભારતનો વિજય

આ અગાઉ, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ સાત વિકેટે જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચોથા દિવસે ભારતને જીતવા માટે 121 રનની જરૂર હતી, જે તેમણે કેએલ રાહુલના અણનમ 58 રનની મદદથી હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે 39 રન પર સાઈ સુદર્શન અને 13 રન પર કેપ્ટન શુભમન ગિલને આઉટ કર્યા હતા. રાહુલના વિજયી ચોગ્ગા સાથે ભારતે જીતની ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ: PIના માનીતા સ્ટાફની બદલી થઇ તો પણ ચાર્જ ન છોડાયો, સત્તાનો ખોટો ઉપયોગ

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર પતિએ 11 વર્ષની દીકરી સામે પત્નીની ગોળી મારી કરી હત્યા, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી

Back to top button