
ગરીબ રથ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન એક મહિલાનું મોત થતાં રેલવેની ઇમરજન્સી મેડિકલ વ્યવસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મુસાફરોએ ટ્રેન સ્ટાફ, ખાસ કરીને TTEની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ મુસાફરોના આક્ષેપોને નકારી સમગ્ર ઘટનાનો પોતાનો પક્ષ જાહેર કર્યો છે.
માહિતી મુજબ, 12 જુલાઈ 2026ના રોજ ટ્રેન નંબર 12216 ગરીબ રથ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાની અચાનક તબિયત બગડી હતી. ટ્રેનમાં હાજર કેટલાક મુસાફરો અને વીડિયો બનાવનાર બ્લોગર સોહેબ મુંબઈવાલાના જણાવ્યા અનુસાર, મહિલાની સ્થિતિ ગંભીર બનતાં નજીકના સ્ટેશન પર ટ્રેન રોકવાની TTEને અનેકવાર વિનંતી કરવામાં આવી હતી. જોકે તેમની માંગ સ્વીકારવામાં આવી નહોતી, જેના કારણે સમયસર સારવાર મળી શકી નહીં અને મહિલાનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
A Mother Died. The Train Didn't Stop.
On 12 July 2026, aboard Train No. 12216 Garib Rath Superfast (Bandra–Delhi Sarai Rohilla), a woman lost her life after emergency medical help could not reach her in time.
Co-passengers pleaded with the TTE to halt the train at the nearest… pic.twitter.com/o3Shjg8ecL
— Magadh Updates (@magadh_updates) July 13, 2026
વાયરલ વીડિયોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલાની સાથે તેનો 18 વર્ષનો પુત્ર મુસાફરી કરી રહ્યો હતો. માતાના અચાનક થયેલા નિધનથી તે સ્તબ્ધ થઈ ગયો હતો અને શરૂઆતમાં તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તેની માતાનું અવસાન થઈ ગયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતાં અનેક લોકોએ રેલવે સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. કેટલાક યુઝર્સે TTE સામે કાર્યવાહી કરવાની માગ કરી, જ્યારે અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે ટ્રેનમાં ઇમરજન્સી મેડિકલ સુવિધા હોવા છતાં સમયસર મદદ કેમ મળી નહીં.
![]()
વિવાદ વધતા રેલવે અધિકારીઓએ પણ પોતાનો સ્પષ્ટીકરણ જાહેર કર્યો. વડોદરા ડિવિઝનના DRMએ જણાવ્યું કે મુસાફરની તબિયત ખરાબ હોવાની માહિતી ત્યારે મળી હતી જ્યારે ટ્રેન ભરુચ સ્ટેશન પસાર કરી ચૂકી હતી અને આગળનું નિર્ધારિત સ્ટોપ વડોદરા હતું. જોકે મુસાફરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળતાં ઇટોલા સ્ટેશન પર વિશેષ ઇમરજન્સી સ્ટોપ આપવામાં આવ્યો હતો. ત્યાં અગાઉથી 108 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી અને મહિલાને તરત જ સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
![]()
હાલ સોશિયલ મીડિયા પર મુસાફરો અને રેલવેના દાવા વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ઘટનાની સત્યતા અંગે વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ઇમરજન્સી પ્રોટોકોલમાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં.
આ પણ વાંચો: વડોદરામાં રૂપિયા એક લાખની લેવડદેવડમાં લોહિયાળ સંઘર્ષ, 19 વર્ષીય યુવકની હત્યા












