Tejas Mk-1A Fighter Jet પ્રોગ્રામમાં ફ્રોડ! HALએ કંપની સામે નોંધાવી FIR

Fraud in Tejas Mk-1A Fighter Jet program! : ભારતના મહત્વપૂર્ણ ડિફેન્સ પ્રોજેક્ટ Tejas Mk-1A ફાઇટર જેટ પ્રોગ્રામમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. Hindustan Aeronautics Limited (HAL)એ Hyderabad સ્થિત TEC Aero Devices કંપની સામે ફેક ટેસ્ટ રિપોર્ટ્સ સબમિટ કરવાના આરોપસર FIR નોંધાવી છે.
HALના જણાવ્યા અનુસાર કંપનીએ 199 સ્પેર પાર્ટ્સ માટે ખોટી અને જાળી ટેસ્ટ રિપોર્ટ્સ સબમિટ કરી હતી. સમગ્ર મામલો ક્વોલિટી કંટ્રોલ ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો. હવે HALએ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને પોલીસ તપાસ પણ શરૂ થઈ ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
18 Purchase Orders આપવામાં આવ્યા હતા
HAL Aircraft Divisionના ડેપ્યુટી જનરલ મેનેજર રાનુ ગુપ્તા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, LCA-83-Mk1A Project માટે અલગ-અલગ સ્પેર પાર્ટ્સ સપ્લાય કરવા TEC Aero Devicesને 28 March 2022થી કુલ 18 પરચેઝ ઓર્ડર આપવામાં આવ્યા હતા.
કંપનીએ જરૂરી Sample, Test Reports અને અન્ય દસ્તાવેજો સબમિટ કર્યા બાદ HAL તરફથી 35 કેટેગરીના કુલ 172 Itemsના ઉત્પાદન માટે મંજૂરી મેળવી હતી.
Original Test Reports આપી શકી નહીં કંપની
સ્પેર પાર્ટ્સની મોટા પાયે સપ્લાય વખતે કંપનીએ Original Test Reports આપવાની હતી. TEC Aero Devicesએ કુલ 199 Test Reports સબમિટ કરી હતી.
HALના Quality Control Departmentએ કંપનીને Tensile Strength, Hardness, Break Load, Shear, NDT, Microstructure અને Salt Spray Test જેવી Original Reports રજૂ કરવા કહ્યું હતું. પરંતુ કંપની માંગવામાં આવેલી અસલી રિપોર્ટ્સ રજૂ કરવામાં નિષ્ફળ રહી.
ત્યારબાદ કંપનીના પ્રતિનિધિઓએ HAL ઓફિસની મુલાકાત લીધી અને 22.11.2023ની તારીખવાળું માફીનામું આપ્યું, જેમાં સ્વીકાર્યું કે Axis Inspection Solutions Hyderabadના નામે ખોટા રિપોર્ટ્સ આપવામાં આવ્યા હતા.
Auditમાં સામે આવ્યું મોટું કૌભાંડ
શંકા વધતા HALએ 29.11.2023ના રોજ એક્સિસ ઇન્સ્પેક્શન સોલ્યુશન્સ ઓડિટમાં કર્યું. તપાસ દરમિયાન સામે આવ્યું કે 199માંથી એકપણ Test Report કંપની દ્વારા જારી કરવામાં આવી નહોતી.
Auditમાં ખુલાસો થયો કે ફેબ્રુઆરી 2023થી સપ્ટેમ્બર 2023 દરમિયાન TEC Aero Devices દ્વારા સબમિટ કરાયેલી તમામ 199 Reports નકલી હતા.
Axis Inspection Solutionsએ HALને લેખિતમાં જણાવ્યું કે તેમની કંપનીના નામ અને સહીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને જાળી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.
3 વર્ષ માટે Blacklist
આ ફ્રોડ બહાર આવ્યા બાદ HALએ TEC Aero Devicesને 10.03.2027 સુધી 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દીધી છે.
HALએ જણાવ્યું કે તે સમય સુધી કંપનીને કોઈ નાણાકીય ચુકવણી કરવામાં આવી નહોતી.
ત્યારબાદ કંપનીને શો કોશ નોટિસ પણ મોકલવામાં આવી હતી. જોકે TEC Aero Devicesએ 20.12.2023ના પત્રમાં પોતાની ભૂલ માફ કરવાની વિનંતી કરી હતી.
પરંતુ HALએ 06.01.2024ના રોજ કંપનીને Approved Suppliers Listમાંથી હટાવી દીધી અને અંતે FIR નોંધાવી કાનૂની કાર્યવાહી શરૂ કરી.
આ પણ વાંચો : ઈરાનને ખબર પણ ન પડી, અમે હોર્મુઝમાંથી 10 કરોડ બેરલ ઓઈલ કાઢી લીધું: ટ્રમ્પનો મોટો દાવો












