
Job Scams : પંચમહાલમાં નોકરીના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હાલોલના કંજેરી ગામે ભરત પરમાર નામના સરકારી નોકરીના નામે લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં છેતરપિંડી આચરનાર આરોપી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ગુજરાત ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હતી.
સમગ્ર વિગત અનુસાર, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામના ભરતભાઈ કનુભાઈ પરમાર નામના ઈસમ ભરતભાઈ પરમાર નામનો વ્યક્તિ સરકારી વિભાગોમાં સારી ઓળખ ધરાવી જરૂરીયાતમંદ યુવાનોને નોકરી અપાવે છે. આ વાત વડોદરાના મનુભાઈ પટેલને પોતાના મિત્ર મારફતે જાણવા મળ્યું હતું જેથી મનુભાઈએ ભરત પરમારનો સંપર્ક કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉચ્ચ અધિકારીની ઓળખ આપી કરી ઠગાઈ
આરોપીએ FCIમાં ગુજરાતના ડાયરેક્ટર હોવાનું જણાવીને તેમજ વિવિધ સરકારી વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરી વિશ્વાસમાં લીધા હતા. જેથી ફરિયાદીએ પોતાના દીકરાને ઓએનજીસી કંપનીમાં નોકરી લગાવી આપવા માટે ભરત પરમારને જણાવ્યું હતું. આ બાબતે મનુભાઈ પટેલ દ્વારા ભરત પરમારને કુલ 7.78 લાખ રૂપિયા આપ્યા હતા અને જેના બદલામાં આરોપી ભરત પરમારે ફરિયાદીના પુત્રના નામે ઓએનજીસી કંપનીનો વીઆઈપી ક્વોટાનો કોલ લેટર આપ્યો હતો. જે બાદ લાંબા સમય સુધી ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા ન હોવાથી ભરત પરમાર પાસે પૈસા પરત માંગ્યા હતા.
7 લોકોને નકલી કોલ લેટર આપી 68 લાખ પડાવ્યા
આ દરમ્યાન આરોપીએ 3 લાખ પરત આપ્યા પરંતુ બાકીના પૈસા પરત ન આપતા ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભરત પરમારે રેલવે, IOC અને ONGC જેવી સરકારી સંસ્થાઓમાં નોકરી અપાવવાની લાલચ આપી પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાનો પાસેથી કુલ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલ યુવાનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરત પરમારની ધરપકડ કરી છે. પોલીસે ગોધરાની એક દુકાનમાંથી ગુનામાં વપરાયેલું CPU અને નકલી નિમણૂક પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો : મુઝફ્ફરપુર અગ્નિકાંડમાં મોટો ખુલાસો: ICUમાં દર્દીને સળગતા મૂકી હોસ્પિટલનો સ્ટાફ ભાગી ગયો












