Fiscal Deficit: એપ્રિલ-મેમાં રાજકોષીય ખાધ વાર્ષિક ખાધ અનુમાન સામે 0.8 ટકા રહી

નવી દિલ્હી, 1 જુલાઇ, 2025: ભારતની રાજકોષીય ખાધ નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ બે મહિનાઓમાં વાર્ષિક બજેટના અંદાજના માત્ર 0.8 ટકા રહી છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા સોમવારે જારી કરાયેલા આંકડામાંથી આ હકીકત બહાર આવી છે. નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારે રાજકોષીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 4.4 ટકા એટલે કે 15.69 લાખ કરોડ રૂપિયા રહેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતું. તેની સામે એપ્રિલ-મેની અવધિમાં રાજકોષીય ખાધ 13,163 કરોડ રૂપિયાના સ્તરે રહીહતી. ચાલુ નાણાંકીય વર્ષ (2025-26) માટે સરકાર રાજકોષીય ખાધ 4.4 ટકા અથવા તો 15.69 લાખ કરોડ રહેશે તેમ માને છે.
ચોખ્ખી કર આવકમાં 0.1 ટકાનો નજીવો વધારો થયો
ચોખ્ખી કર આવક 2025-26 ના બજેટ અંદાજના 12.4 ટકા અથવા રૂ. 3.5 લાખ કરોડ નોંધાઈ હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં તે બજેટ અંદાજના 12.3 ટકા હતી.
ખર્ચ વધીને 14.7 ટકા થયો
મે, 2025ના અંત સુધી કુલ ખર્ચ રૂ. 7.46 લાખ કરોડ અથવા ચાલુ નાણાકીય વર્ષના બજેટ અંદાજના 14.7 ટકા હતો. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં તે 12.9 ટકા હતો.
નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ GDPના 4.8 ટકા હતી
ગયા નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ બે મહિનામાં રાજકોષીય ખાધ અને મહેસૂલ વચ્ચેનો તફાવત બજેટ અંદાજ (BE)ના 3.1 ટકા હતો. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ GDPના 4.8 ટકા હતી.
આ પણ વાંચોઃ ભારતીય અર્થવ્યવસ્થાઃ ટેરિફના આંચકા સામે ટકવા સક્ષમ ભારત, FDI માટે આકર્ષક












