ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવીડિયો સ્ટોરી

VIDEO: સુરતના લક્ઝુરિયસ ફ્લેટ્સમાં લાગી આગ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ઘટના સ્થળે

સુરત, 11 એપ્રિલ 2025 :  સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં ભીષણ આગની ઘટના ઘટિત થઈ છે. હેપ્પી એક્સલેન્શિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જે પ્રસરીને 11મા માળ સુધી ફેલાઈ હતી. સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટસર્કિટથી બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભીષણ આગને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો છે.

 

ઘટનાની જાણ ફાયર 5 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ પણ  દાઝ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની તાક મેળવી હતી.  ઉલ્લેખનીય છે કે  હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ છે. નોધનીય છે કે આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

8માં માળે લાગેેલી આગ 11માં માળ સુધી પહોંચી

આઠમાં માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડાં, પીઓપી, પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી.

એક માળે માત્ર બે જ મકાન

હેપ્પી એક્સલેન્સિયામાં એક માળ પર માત્ર બે ફ્લેટ  છે. કુલ છ બિલ્ડિંગ છે અને એક બિલ્ડિંગમાં 5 BHKથી લઈને 7 BHK સુધીના ફ્લેટ  છે. U-1 બિલ્ડિંગના આઠમાં માળે આગ લાગી હતી. નવાઈની વાત તો એ જ છે કે બિલ્ડિંગમાં રહેતા મોટાભાગના લોકોને ખબર જ નહોતી કે આઠમા માળે કોણ રહે છે. સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ત્યારે અચાનક જ આગ લાગી હતી.

મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ”નાગરિકો ખુબ જ હિંમતવાળા હતા તેમજ ફાયરની ટીમ પર લોકોને સંપૂર્ણ વિશ્વાસ હતો તેમજ મહાનગરપાલિકાની ફાયરની ટીમે પણ ખુબ જ સરાહનીય કામગીરી કરી છે.

આ પણ વાંચો : અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના, પાઈલોટ સહિત 6 લોકોના મૃત્યુ, જુઓ વીડિયો

Back to top button