FIFA World Cupટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટ્સ

VIDEO: ફીફા ફાઈનલમાં ટ્રમ્પને બેઈજ્જતી, સ્પેનની ઉજવણીમાં અડચણ બનતા હાથ પકડીને બાજુમાં ધકેલ્યા

ફિફા વર્લ્ડ કપ 2026 ફાઇનલ: અમેરિકામાં રમાયેલી વર્લ્ડ કપ 2026ની રોમાંચક ફાઇનલમાં સ્પેનની યુવા અને આક્રમક ટીમે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને વિશ્વ કપનો ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે સ્પેન બીજી વખત વિશ્વ વિજેતા બન્યું છે.

મેચનો નિર્ણાયક ગોલ એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે કર્યો, જે તેના કરિયરનો સૌથી મોટો અને યાદગાર ગોલ સાબિત થયો. સ્પેનની આક્રમક રમત અને મજબૂત ડિફેન્સ આગળ આર્જેન્ટિનાની ટીમ કોઈ ખાસ અસર દાખવી શકી નહીં. પોતાના કરિયરના છેલ્લા વર્લ્ડ કપમાં રમી રહેલા લિયોનેલ મેસી પણ સ્પેનના જુસ્સા સામે બેઅસર રહ્યા.

મેચ પૂરી થતાં જ સ્પેનના ખેલાડીઓએ ટ્રોફી ઉપાડીને જશ્ન મનાવ્યો હતો. આનાથી વિપરીત, મેસીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેઓ ભાવુક બની ગયો હતો.

ટ્રમ્પ પર ફેન્સનું હૂટિંગ

મેચ દરમિયાન મેજબાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિવાદમાં આવી ગયા. મેચ શરૂ થવાના 45 મિનિટ પહેલાં તેઓ મરીન વન હેલિકોપ્ટરથી સ્ટેડિયમ પહોંચ્યા અને વીઆઈપી બોક્સમાં ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો, સ્પેનના રાજા ફિલિપ VI સહિત અન્ય નેતાઓ સાથે બેઠા હતા.

પરંતુ પ્રેઝન્ટેશન સેરેમની વખતે જ્યારે ટ્રમ્પ અને ઇન્ફેન્ટિનો મેદાન પર આવ્યા ત્યારે 80 હજારથી વધુ દર્શકોએ જોરદાર હૂટિંગ કર્યું. વ્હાઇટ હાઉસના અહેવાલ મુજબ, ટ્રમ્પના પ્રવેશ સાથે જ સ્ટેડિયમનો અવાજ 78 ડેસિબલથી વધીને 84 ડેસિબલ સુધી પહોંચી ગયો હતો.

ટ્રમ્પે સ્પેનની ટીમને ટ્રોફી સોંપ્યા બાદ પોડિયમ પર ખેલાડીઓ સાથે જશ્નમાં સામેલ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ તેમને ચૂપચાપ બાજુમાં ખસેડી દીધા. આ પહેલાં ક્લબ વર્લ્ડ કપમાં પણ ટ્રમ્પે આવો જ પ્રયાસ કર્યો હતો.

આ જીત સાથે સ્પેની ફૂટબોલનો સુવર્ણ યુગ શરૂ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે મેસીના કરિયરના અંતિમ વર્લ્ડ કપનો અંત દુઃખદ રહ્યો.

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ એકનું મોત, કૂલ મૃત્યુઆંક 10 થયો

Back to top button