સુરતમાં રોગચાળો વકરે તેવી ભીતિ, જાણો શું છે કારણ

- લોકોના ઘરમાં બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો
- અસરગ્રસ્ત વિસ્તારના લોકોની કચરા અંગેની અનેક ફરિયાદ
- 36 કલાક કરતા વધારે સમય પાણીનો ભરાવો રહ્યો હતો
સુરત શહેરમાં ફરી એકવાર પૂર બાદ કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થતાં હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. લોકોના ઘર, દુકાનોમાં પાણીનો ભરાવો થયાં બાદ સોસાયટીના નાકે કચરો લોકોએ બહાર કાઢ્યો છે. તેનો હજુ નિકાલ થતો ન હોવાથી હવે રોગચાળો થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
અસરગ્રસ્ત વિસ્તારના લોકોની કચરા અંગેની અનેક ફરિયાદ
અસરગ્રસ્ત વિસ્તારના લોકોની કચરા અંગેની અનેક ફરિયાદ છે, પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો કચરો લઈ જતા નથી તેથી કચરો વાસ મારી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા રહેલી છે.
લોકોના ઘરમાં બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો
ચોમાસા પહેલા પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી નબળી હોવાના કારણે સુરતમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદ અને પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરમાં બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો. આ પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં અનાજ અને અન્ય વસ્તુઓ ભીંજાઈ ગઈ હતી. પાલ અને પાલનપોર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો ત્યારે પાણીના નિકાલ માટે કામગીરી માટે તંત્રની નિષ્ફળતાના કારણે લોકોમાં 36 કલાક કરતા વધારે સમય પાણીનો ભરાવો રહ્યો હતો.












