અમદાવાદકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે લીધો નિર્ણય

અમદાવાદ, 19 જૂન 2024, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 1029 MCFT તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1302 MCFT મળી કુલ 2331 MCFT નર્મદાનું પાણી આગામી 30 જૂન 2024 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય
મંત્રીએ જણાવ્યું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. અગાઉ, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 591 MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1600 MCFT મળી કુલ 2191 MCFT પાણીની પીવાના હેતુસર ફાળવણી કરવામાં આવી છે. આગામી ચોમાસા પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થાય. તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

02 જળાશયો એલર્ટ પર અને 01 જળાશય વોર્નિંગ પર
નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 02 જળાશયો એલર્ટ પર અને 01 જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃગુજરાતમાં TAT પાસ ઉમેદવારો આનંદો, રાજ્ય સરકાર 7500 કાયમી શિક્ષકોની ભરતી કરશે

Back to top button