ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેવાનિયત: 4 મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં પાણીની પાઈપ નાખી સપ્લાઈ ચાલુ કરી દીધી, હાઈ પ્રેશરથી મૃત્યુ થયું

ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાંથી એક હમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચાર દોસ્તોએ મળીને એક યુવકની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના સેક્ટર 58 વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવકની ઓળખ સંજય કોલોનીના રહેવાસી મનોજ ચૌહાણ તરીકે થઈ છે.

પાણીની પાઈપ નાખી સપ્લાઈ ચાલૂ કરી દીધી

પોલીસે જણાવ્યું કે, મનોજના ચાર દોસ્ત અતિંદર, કાર્તિક, સંદીપ અને રાહુલે મળીને 17 મેના રોજ સવારે એક ફાર્મહાઉસમાં તેની સાથે આ ક્રૂર હરકત થઈ. આરોપીઓએ મનોજના પ્રાઈવેટ પાર્ટમાં પાણીની પાઈન નાખીને તેમાં ફુલ પ્રેશરવાળું પાણી છોડી દીધું, જેમાં ગંભીર ઈજા થઈ ગઈ. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું.

મનોજના ભાઈ આનંદ ચૌહાણની ફરિયાદ પર સેક્ટર 58 પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.

ફાર્મહાઉસમાં સ્નાન કરવા ગયા હતા દોસ્ત

ફરિયાદ અનુસાર, 16 મેની રાતે ચારેય આરોપી અને મનોજ એક લગ્ન સમારંભમાં સામેલ થવા ગયા હતા. આગામી સવારે તમામ એક ફાર્મહાઉસમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યાં ઘટના ઘટી. ત્યાર બાદ ચારેય મનોજને સવારે 9 વાગ્યે ગંભીર હાલતમાં ઘરે લઈ ગયા અને કહ્યું કે તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: દિગ્વેશ રાઠી ફરી એક વાર ભાન ભૂલ્યો, ચાલું મેચમાં અભિષેક શર્મા વિરુદ્ધ થઈ લડાઈ

Back to top button