IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

VIDEO: દિગ્વેશ રાઠી ફરી એક વાર ભાન ભૂલ્યો, ચાલું મેચમાં અભિષેક શર્મા વિરુદ્ધ થઈ લડાઈ

Digvesh rathi and abhishek sharma fight video: IPL 2025 ની 61મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે જોરદાર પ્રદર્શન કર્યું અને લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે લખનઉની પ્લેઓફમાં પહોંચવાની છેલ્લી આશા પણ ચકનાચૂર થઈ ગઈ. પ્લેઓફની દોડમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને લખનઉની સફરનો પણ અંત લાવ્યો હતો.

મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૮.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૦૬ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો પણ જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

લાઈવ મેચમાં લડાઈ 

હકીકતમાં જોઈએ તો, પાછલી અનેક મેચમાં ઉગ્ર સ્વભાવના કારણે ચર્ચામાં રહેલો દિગ્વેશ રાઠીએ લખનઉ માટે ઇનિંગની આઠમી ઓવર ફેંકી હતી. આ ઓવરના ત્રીજા બોલ પર, તેણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્માને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો. અભિષેકને આઉટ કર્યા પછી, દિગ્વેશે તેનું પ્રખ્યાત ‘નોટબુક સેલિબ્રેશન’ કર્યું અને ગંદા ઈશારા કર્યા હતા. આ વાતથી અભિષેક ગુસ્સે થયો અને ગુસ્સામાં દિગ્વેશ પાસે ગયો અને કંઈક કહ્યું. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે મેદાન પર હાજર અન્ય ખેલાડીઓ પણ દરમિયાનગીરી કરવા આવ્યા.

કેપ્ટન ઋષભ પંતે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને બંનેને અલગ કર્યા. અમ્પાયર્સે પણ દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ શાંત કરી. આ પછી, અભિષેક ગુસ્સામાં પેવેલિયન પાછો ફર્યો. અભિષેક શર્માએ 59 રનની શાનદાર ઇનિંગ રમી. તેની ઇનિંગને કારણે, SRH ટીમ યજમાન LSG ને હરાવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણીનો મામલો: વિજય શાહ કેસમાં SITની રચના, સુપ્રીમ કોર્ટે DGPને આપ્યો આદેશ

Back to top button