ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાંથી ગરબામાં રોફ જમાવતો નકલી PSI ઝડપાયો

સુરત, 24 સપ્ટેમ્બર 2025: નવરાત્રિના બીજા નોરતે સુરતના ડુમસ ગરબા ગ્રાઉન્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) બનીને ગરબા ગ્રાઉન્ડમાં મફત એન્ટ્રી લઈને રમઝટ બોલાવી હતી. આરોપી યુવરાજ રાઠોડ, જે હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે, તેને ડુમસ પોલીસે ઝડપી લીધો છે. તેણે પોલીસ સમક્ષ ભૂલ સ્વીકારી અને માફી માગી છે.

ઘટના યુવા પાર્ટી ડોમ (YPD) ગરબા ગ્રાઉન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પર આ ઘટના બની હતી. યુવરાજ રાઠોડે પોલીસની વર્દી અને વોકી-ટોકી સાથે ‘ઓન ડ્યુટી PSI’ હોવાનો દાવો કરીને 23 સપ્ટેમ્બરની સાંજે ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો. તેણે બે દિવસથી આ રીતે મફત એન્ટ્રી લઈને ગરબાની મજા માણી અને રાજકીય હસ્તીઓ સાથે ફોટા પણ પડાવ્યા. તેની પોલીસ જેવી સ્ટાઇલ અને વર્તનથી આયોજકોને શંકા ગઈ, જેના આધારે ડુમસ પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવરાજને PSI બનવાનો શોખ હતો. તેના સંબંધીઓ પોલીસ ખાતામાં હોવાથી તેને પોલીસની કામગીરી અને વર્દીની વિગતોની જાણકારી હતી. તેણે ઉપયોગ કરેલી વોકી-ટોકી તેના મિત્રની હોવાનું સામે આવ્યું. પોલીસે આયોજકોની ફરિયાદના આધારે યુવરાજની ધરપકડ કરી. તપાસમાં એવું નોંધાયું કે તેણે અગાઉ નકલી પોલીસ બનીને કોઈ તોડફોડ કરી નથી, પરંતુ તેના શોખે તેને આ ગેરકાયદેસર કૃત્ય તરફ દોર્યો.

આ પણ વાંચો: IND vs BAN: દુબઈની પિચ પર કોને રહેશે દબદબો, બેટ્સમેન કે બોલર? પિચથી લઈને હવામાન સુધીનો સંપૂર્ણ અહેવાલ

Back to top button