ગુજરાતટ્રેન્ડિંગ

મોરબીમાં હેવાનિયતની પરાકાષ્ઠા: મકાન ભાડું ન ચૂકવી શકતા પતિએ પત્ની અને 13 વર્ષની દીકરીને નરાધમોના હવાલે કરી!

Gujarat Crime: ગુજરાતના મોરબીમાંથી માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક નરાધમ પતિએ મકાનનું ભાડું ન ચૂકવી શકવાને કારણે પોતાની જ પત્ની અને 13 વર્ષની સગીર દીકરીને મકાનમાલિક અને તેના સંબંધીના હવાલે કરી દીધી હતી. મકાનમાલિક અને તેનો સંબંધી અવારનવાર માસૂમ બાળકી અને મહિલા પર બળાત્કાર ગુજારતા હતા. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાની માતાએ જમાઈ અને મકાનમાલિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ભાડું ન ભરી શકતા નરાધમ પતિએ કર્યો સોદો

પોલીસ ફરિયાદ અનુસાર, આ પરિવાર છ મહિના પહેલા જ કામની શોધમાં મોરબી આવ્યો હતો. અહીં પતિએ ૨ હજાર રૂપિયાના ભાડાથી એક મકાન રાખ્યું હતું. જોકે, પતિનું કામ બરાબર ન ચાલતા તે સમયસર ભાડું ચૂકવી શક્યો નહોતો અને ભાડું સતત વધતું ગયું. આ આર્થિક સંકડામણ વચ્ચે નરાધમ પતિએ પોતાની પત્ની અને 13 વર્ષ અને ૭ મહિનાની માસૂમ દીકરી પર દુષ્કર્મ ગુજારવા માટે મકાનમાલિકને સંમતિ આપી દીધી હતી. મકાનમાલિક પોતાના જ ઘરમાં બંને નબળાઈનો ફાયદો ઉઠાવી હેવાનિયત આચરતો રહ્યો.

પોલીસ એક્શન: પતિ અને મકાનમાલિક જેલ ભેગા

આ મામલે પીડિતાની માતા અને દાદીની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. પોલીસે નરાધમ પતિ અને ૫૫ વર્ષીય મકાનમાલિકની ધરપકડ કરી લીધી છે. કોર્ટે મકાનમાલિકને એક દિવસના રિમાન્ડ બાદ ન્યાયિક કસ્ટડી (જેલ) માં મોકલી આપ્યો છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી, પીડિતો અને આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે અને વૈજ્ઞાનિક પુરાવા પણ એકત્ર કર્યા છે.

સંબંધિત આરોપી હજુ પણ ફરાર

આ ગુનામાં મકાનમાલિકનો સાથ આપનારો તેનો એક સંબંધી અને તેનો પરિવાર હાલ પોલીસ પકડથી દૂર છે અને ફરાર થઈ ગયો છે. મોરબી પોલીસની અલગ-અલગ ટીમો આ ફરાર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેને ટૂંક સમયમાં ઝડપી લેવાનો દાવો કર્યો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષ ફેલાવ્યો છે.

આ પણ વાંચોઃ Elon Musk ના ઇન્સ્ટાગ્રામ પરના નિવેદનથી વિવાદ: સોશિયલ મીડિયા પર ભારે રોષ

આ પણ વાંચોઃ માલદીવમાં ડાઇવિંગ દરમિયાન મોટી દુર્ઘટના, દરિયાઈ ગુફા અન્વેષણ વખતે 5 ઇટાલિયન ડાઇવર્સના મોત 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button