ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરામાં ઘૂસણખોરોની તપાસ વચ્ચે નકલી બર્થ સર્ટિફિકેટનો થયો પર્દાફાશ

વડોદરા: 1 મે , 2025: ગુજરાતમાં નકલી વસ્તુઓમાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નકલી અધિકારીઓ અને દસ્તાવેજો મળી આવ્યા હતા ત્યારે હવે વડોદરામાંથી નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની પકડવા માટેની તપાસ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મૂળ યુપીનો વતની અને હાલ શહેરના મકરપુરા જીઆઇડીસીમાં રહેતો કાશિદ સિદ્દિકી અને રાબિયા સિદ્કી નવું આધાર કાર્ડ કઢાવવા માટે કોર્પોરેશનના રાવપુરા ખાતેના કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જમનાબાઈ હોસ્પિટલના નામનો જન્મ દાખલો રજૂ કર્યો હતો. પરંતુ હોસ્પિટલને જન્મનો દાખલો આપવાની સત્તા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જ જન્મ દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનના આધાર કાર્ડ કેન્દ્રમાં નવું આધાર કાર્ડ મેળવવા બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરનાર માતા-પુત્ર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેશન્સ ઓફિસર શમિક જોશીએ નકલી જન્મ પ્રમાણપત્ર જપ્ત કર્યું છે. તેમણે આ સંદર્ભે પોલીસને ફોન કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસ અડધા કલાક સુધી ન આવી ત્યારે તેમણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. રાવપુરા પોલીસે આધાર કાર્ડ માટે આવેલા માતા-પુત્રની ધરપકડ કરી હતી. બંને બે વર્ષથી GIDCમાં રહે છે. અમદાવાદના ચંડોળા તળાવના લલ્લા બિહારી જેવું કૌભાંડ વડોદરામાં પણ બહાર આવી શકે છે.

આ પણ વાંચો…કાળનો કોળિયો: ખેડામાં 2 વર્ષની બાળકીને વીજ કરંટથી બચાવવા જતાં માતા-ભાઈ પણ મૃત્યુ પામ્યાં

Back to top button