જર્મનીના ફોર્મ્યુલા વન કિંગ સેબેસ્ટિયન વેટેલે નિવૃત્તિની જાહેરાત કરી છે. હાલમાં તે એસ્ટન માર્ટિનનો ડ્રાઈવર છે. ચાર વખતનો ફોર્મ્યુલા વન ચેમ્પિયન સેબેસ્ટિયન 2022ની સિઝનના અંતે નિવૃત્ત થશે. આ સિઝનમાં તે છેલ્લી વખત તેની F1 સાથે રેસિંગ ટ્રેક પર જોવા મળશે. તેણે પોતાની કારકિર્દી દરમિયાન 53 વખત રેસિંગ ટ્રેક જીત્યો છે. સેબેસ્ટિને વર્ષ 2007માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ તેણે ઘણી વખત પોતાની તાકાત બતાવી હતી.
BREAKING: Sebastian Vettel has announced he will retire from F1 at the end of the 2022 season
4 world titles
53 race wins
122 podiums
1 phenomenal career#ThankYouSeb pic.twitter.com/K8BVXI6IAx— Formula 1 (@F1) July 28, 2022
સેબેસ્ટિને નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ કહ્યું, “મેં છેલ્લા 15 વર્ષની મારી કારકિર્દીમાં ઘણા અદ્ભુત લોકો સાથે કામ કર્યું છે. હું બધાનો આભારી છું. હું છેલ્લા બે વર્ષથી એસ્ટન માર્ટિન ડ્રાઇવર છું. જો કે, અમને અપેક્ષિત પરિણામો મળ્યા નથી.

સેબેસ્ટિયન બની ચૂક્યો છે 4 વખત F1નો ચેમ્પિયન
સેબેસ્ટિયન ફોર્મ્યુલા વનની દુનિયાના શ્રેષ્ઠ રેસર્સમાંથી એક છે. તે ગ્રાન્ડ પ્રિકસ વિજયના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 53 મેચ જીતી છે. જ્યારે લુઈસ હેમિલ્ટન આ મામલે પ્રથમ સ્થાને છે. તેણે 103 મેચ જીતી છે.

બીજી તરફ માઈકલ શુમાકર આ મામલામાં 91 જીત સાથે બીજા સ્થાને છે. સેબેસ્ટિયનની રસપ્રદ વાત એ છે કે તે ચાર વખત ફોર્મ્યુલા વનનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. તે 2010થી 2013 સુધી ચેમ્પિયન રહ્યો હતો.











