ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ
કાશ્મીર/ શોપિયામાં એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદીઓ ઠાર; આર્મીએ જંગલને ઘેર્યું

જમ્મુ-કાશ્મીર, 13 મે 2025 : મંગળવારે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ જંગલમાં ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના શુક્રુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના ચોક્કસ ઇનપુટના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. જવાબમાં સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર ચાલુ હતો.
આ પણ વાંચો : શેરબજાર આજે ખૂલતાં જ ગગડ્યું: સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો












