શેરબજાર આજે ખૂલતાં જ ગગડ્યું: સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો

નવી દિલ્હી, 13 મે: આજે એટલે કે મંગળવાર, 13 મે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 પણ 200 પોઈન્ટ ઘટીને 24,700ની નજીક પહોંચી ગયો હતો. ઇન્ફોસિસના શેરમાં 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આજે પણ એટરનલના શેરમાં ઘટાડો ચાલુ છે.
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર પાંચ શેર સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, ટેક્ મહિન્દ્રા, એસબીઆઈ, ટાઈટનના શેર્સ નજીવા સુધારા (1 ટકા સુધી) પર કારોબાર થઈ રહ્યા હતા. જ્યારે અન્ય 25માં 3 ટકા સુધીનું કરેક્શન નોંધાયું હતું. ઈન્ફોસિસ 2.72 ટકા, એટરનલ 2.46 ટકા, એચસીએલ ટેક 1.98 ટકા, પાવર ગ્રીડ 1.88 ટકા અને કોટક બેન્ક 1.73 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
મંગળવારે, શેરબજારમાં લાર્જ-કેપ કંપનીઓમાં સામેલ Eternal Share (2.50%), ઇન્ફોસિસ શેર (2.86%), TCS શેર (1.57%) અને HCL ટેક શેર (2%) ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કેટેગરીમાં સામેલ કંપનીઓમાં UPL શેર (4.60%), Paytm શેર (2.90%), FirstCry શેર (1.80%) ઘટ્યા હતા. સ્મોલકેપ કંપનીઓમાં Gensol Share (4.99%), કેફિનટેક શેર (4.90%) અને એથર શેર (4.56%) ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો..જાણો આજે કેવુ રહેશે બજાર, ગિફ્ટ નિફ્ટી 0.14 ટકા નીચે












