ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ન્યૂયોર્કમાં તિરંગાના રંગે ઝળહળ્યું Empire State Building, ભારતની આઝાદીના 80મા પર્વની ભવ્ય ઉજવણી

World News: અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતના સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી જોવા મળી હતી. વિશ્વપ્રસિદ્ધ Empire State Buildingને કેસરી, સફેદ અને લીલા રંગની રોશનીથી સજાવવામાં આવ્યું હતું. Federation of Indian Associations (FIA) દ્વારા 14 ઓગસ્ટે આયોજિત આ કાર્યક્રમ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ભાગ હતો. આ સાથે અમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગને પણ ઉજવવામાં આવ્યો હતો.

FIAના 44મા વાર્ષિક India Day Celebration અંતર્ગત યોજાયેલા કાર્યક્રમની થીમ ‘Harmony in Heritage’ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મનોરંજન જગતના કલાકારો હાજર રહ્યા હતા. શરૂઆતમાં Kalashri School of Artsના કલાકારોએ ભારતીય સંસ્કૃતિને રજૂ કરતું નૃત્ય રજૂ કર્યું હતું.

FIAના પ્રમુખ Sreekant Akkapalli અને ચેરમેન Ankur Vaidyaએ ભારત અને અમેરિકાના આ બે મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક પડાવને એકસાથે ઉજવવાનું વિશેષ ગણાવ્યું હતું. Edisonના મેયર Sam Joshiએ પણ ભારતીય-અમેરિકન સમુદાયના હેલ્થકેર, બિઝનેસ, ટેક્નોલોજી અને એન્ટરટેઇનમેન્ટ સહિતના ક્ષેત્રોમાં યોગદાનની પ્રશંસા કરી હતી.

આ ઉજવણીમાં લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો પણ સામેલ થયા હતા. દિલીપ જોશી, મુનમુન દત્તા, મંદાર ચાંદવાડકર, સોનાલિકા જોશી સહિતના કલાકારોએ FIAના પ્રતિનિધિઓ સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહ દરમિયાન સેરેમોનિયલ લીવર ખેંચાયા બાદ ન્યૂયોર્કની ઓળખ સમાન Empire State Building ભારતીય તિરંગાના રંગોમાં ઝળહળી ઊઠ્યું હતું.

વર્ષોથી ચાલી આવે છે પરંપરા

Empire State Buildingને ભારતીય તિરંગાના રંગોથી પ્રકાશિત કરવાની FIAની પરંપરા અગાઉથી ચાલી રહી છે. FIAની સત્તાવાર વેબસાઇટ મુજબ સંસ્થા 2014થી Empire State Building સાથે મળીને ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ વિશેષ લાઇટિંગનું આયોજન કરે છે.

ભારતીય સમુદાયની ઓળખ રજૂ કરી

ન્યૂયોર્કના આકાશમાં ઝળહળતા કેસરી, સફેદ અને લીલા રંગોએ માત્ર ભારતના સ્વતંત્રતા પર્વની ઉજવણી જ નહીં, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તેમજ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયની સાંસ્કૃતિક ઓળખને પણ વિશેષ રીતે રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ, જાણો શું છે મુદ્દો
Back to top button