ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં કોરોના પીડિત વૃદ્ધાનું મૃત્યુ: સગીર સહિત 8 કેસ નોંધાયા

રાજકોટ, ૧૯ જૂન, ૨૦૨૫: રાજકોટમાં આજે(19 જૂન) ઠક્કરબાપા નગરમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 195 પર પહોંચ્યો છે, જ્યારે કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 144 થઈ ગઈ છે. હાલ શહેરમાં કુલ 51 સક્રિય કેસ છે, જેમાંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના 50 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

રાજકોટમાં એક ચિંતાજનક ઘટના પણ બની છે. જેમાં ઠક્કરબાપા નગરમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે, જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ આ વૃદ્ધાને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. જોકે, તેઓ કોમોર્બિડ (અન્ય ગંભીર બીમારીઓથી પીડિત) હોવાને કારણે તેમના મૃત્યુને કોવિડ ડેથ ગણી શકાય નહીં.

રાજકોટમાં કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસની વાત કરીએ તો, 3 પુરુષો અને 7 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 2 મહિલાઓનો ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાથી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, એક જ પરિવારના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 56 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 2 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર હેઠળ છે.

કેટલો ખતરનાક છે આ સ્ટ્રેન

નવા પ્રકારો સામાન્ય રીતે ઝડપથી ફેલાય છે, પરંતુ તે પહેલા જેટલા ઘાતક નથી હોતા. વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો અને પહેલાથી જ રોગો ધરાવતા લોકો સૌથી વધુ જોખમમાં હોય છે. આ કેસ હળવા લક્ષણોથી શરૂ થઈ શકે છે અને ગંભીર શ્વસન સમસ્યાઓ તરફ આગળ વધી શકે છે.

Back to top button