ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલને EDનું તેડું, શરાબ કૌભાંડનો રેલો પહોંચ્યો દિલ્હીના સીએમ‌ સુધી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. નોટિસમાં તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ CBIએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની નવી લિકર પોલિસીના સંદર્ભમાં ED કેજરીવાલની પૂછપરછ કરશે.

અગાઉ 16 એપ્રિલના રોજ CBIએ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. તપાસ એજન્સી આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે.

Back to top button