ગુજરાતના દરિયાકાંઠેથી ફરી ઝડપાયું રૂ.1800 કરોડનું ડ્રગ્સ, કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન

પોરબંદર, 14 એપ્રિલ, 2025: ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એકવાર ડ્રગ્સની હેરાફેરીનું કાવતરું નિષ્ફળ સાબિત થયું છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં રૂ.1800 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. 300 કિલો નશીલા પદાર્થ સાથેની એક બોટને પોરબંદરથી લગભગ 200 કિલોમીટર દૂર દરિયામાંથી ઝડપી લેવામાં આવી છે.
ડ્રગ્સ દરિયામાં ફેંકી ભાગવાનો પ્રયાસ કરાયો
સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગત તા.12 અને તા.13મી એપ્રિલની રાત્રે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ દરિયામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ બોટ દરિયામાં ફરતી હોય જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરતા કોસ્ટગાર્ડની ટીમને જોઈ બોટમાંથી ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
India Coast Guard (ICG), in a joint operation with Gujarat ATS on the night of 12-13 Apr 25, seized 300 Kg narcotics worth Rs 1800 Cr off IMBL near Gujarat coast. On spotting the ICG ship, smugglers dumped contraband & fled across IMBL. Consignment recovered at sea & handed to… pic.twitter.com/GLUj5JoDL7
— ANI (@ANI) April 14, 2025












