ટ્રેન્ડિંગનેશનલ

સ્પેશ્યલ હેલમેટ, નાઇટ વિઝન લેન્સ અને એક્શન મોડ, સિક્રેટ સર્વિસે ટ્રમ્પને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢ્યા?

Donald Trump 2026 Security: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પણ કોઈ મોટી રેલી અથવા જાહેર કાર્યક્રમમાં હોય છે, ત્યારે તેમની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ ફોર્સ ‘હાઈ એલર્ટ મોડ’ પર હોય છે. આ સુરક્ષા ટુકડી માત્ર હથિયારોથી જ નહીં, પરંતુ અત્યાધુનિક ટેકનિકલ ગિયરથી પણ સજ્જ હોય છે જે કોઈપણ જોખમને સેકન્ડોમાં નિષ્ફળ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

હેલ્મેટ કેમેરા અને રિયલ ટાઈમ મોનિટરિંગ

ટ્રમ્પની સિક્યુરિટીમાં રહેલા કમાન્ડોના ખાસ હેલ્મેટ ઉપર હાઈ-રિઝોલ્યુશન કેમેરા લાગેલા હોય છે. આ કેમેરા આખી ઘટનાનું લાઈવ રેકોર્ડિંગ કરે છે, જે સીધું કંટ્રોલ રૂમમાં દેખાય છે. આનાથી સુરક્ષા અધિકારીઓને સ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવામાં મદદ મળે છે અને જરૂર પડે ત્યારે તરત જ વધારાની ‘બેકઅપ ફોર્સ’ ઘટનાસ્થળે મોકલી શકાય છે.

હુમલાખોરને ભ્રમિત કરતી ‘બ્લાઈન્ડિંગ લાઈટ’

તાજેતરના ઘટનાક્રમમાં જોવા મળ્યું કે હુમલો થતાની સાથે જ સુરક્ષાકર્મીઓએ એક અત્યંત તીવ્ર લાઈટ ઓન કરી દીધી હતી. આ લાઈટનો હેતુ હુમલાખોરની આંખોને અંજી નાખવાનો (Blinding) અને તેને ભ્રમિત કરવાનો હોય છે. આનાથી બે ફાયદા થાય છે. (1) હુમલાખોરને કંઈ દેખાતું નથી, જેથી તે નિશાન સાધી શકતો નથી. (2) સિક્યુરિટી ટીમને હુમલાખોરની ચોક્કસ સ્થિતિનો સ્પષ્ટ વ્યુ (Clear Vision) મળી જાય છે.

સેકન્ડોમાં વળતો પ્રહાર

25 એપ્રિલ, 2026ના રોજ થયેલા સુરક્ષા ભંગ દરમિયાન, આ ટેક્ટિકલ ગિયરની મદદથી જ સુરક્ષા ટુકડીએ માત્ર ગણતરીની સેકન્ડોમાં હુમલાખોરને દબોચી લીધો હતો. આ મલ્ટી-લેયર્ડ પ્રોટેક્શન સિસ્ટમ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જો એક સ્તર નિષ્ફળ જાય, તો બીજું સ્તર તરત જ સક્રિય થઈને રાષ્ટ્રપતિને સુરક્ષિત ઘેરામાં લઈ લે છે.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, નેતાઓએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

આ પણ વાંચોઃ મોટા સમાચાર: માંડ માંડ બચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, જે હોટલમાં ડિનર માટે ગયા હતા, ત્યાં ગોળીબાર થયો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button