માઠા સમાચાર: ટીવી અભિનેત્રી દીપિકા કક્કરને થયું સ્ટેજ ટુ કેન્સર, ઈમોશનલ પોસ્ટ કરી

Dipika Kakar Health Update: ટીવી અભિનેત્રી દીપિકા કક્કર વિશે એક માઠા સમાચાર આવ્યા છે. અગાઉ, અભિનેત્રી લીવરમાં ગાંઠથી પીડાતી હતી. હવે તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 2 લીવર કેન્સર છે. આ સમાચાર આવતાની સાથે જ દીપિકાના ચાહકો દિલથી દુખી થયા છે. ‘સસુરાલ સિમર કા’ અભિનેત્રીએ એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. આ સાથે, તેણે ચાહકોને વિનંતી કરી છે કે તે જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરો.
દીપિકાએ એક ભાવનાત્મક પોસ્ટ લખી
દીપિકા કક્કરે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘જેમ તમે બધા જાણો છો, છેલ્લા કેટલાક અઠવાડિયા અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પેટના ઉપરના ભાગમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં જવું… અને પછી ખબર પડી કે તે લીવરમાં ટેનિસ બોલના કદની ગાંઠ હતી. પછી ખબર પડી કે ગાંઠ બીજા તબક્કાની જીવલેણ (કેન્સરગ્રસ્ત) છે… તે અમારા માટે સૌથી મુશ્કેલ સમય રહ્યો છે.’
View this post on Instagram
હિમ્મત નહીં હારે દીપિકા
અહીં ઉલ્લેખનિય છે કે, દીપિકા કક્કરે હિમ્મત ન હારી. તેણે પોસ્ટમાં આગળ લખ્યું કે, હું એકદમ પોઝિટીવ છું અને તેનો સામનો કરવા અને તેનાથી વધારે સ્ટ્રોંગ થઈને બહાર નીકળવા માટે દ્રઢ સંકલ્પિત છું. ઈંશાઅલ્લાહ, મારો આખો પરિવાર મારી સાથે છે. અને આપ બધા તરફથી મળતો પ્રેમ અને પ્રાર્થનાઓ સાથે, હું આ સિચ્યુએશનથી પણ બહાર નીકળી જઈશ.
ચાહકોને ખાસ વિનંતી
દીપિકા કક્કરે પોતાની પોસ્ટ દ્વારા ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેમના માટે પ્રાર્થના કરે. આ સમય દરમિયાન, ઘણી હસ્તીઓએ અભિનેત્રી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ ઉપરાંત, તેઓએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ દીપિકા કક્કરના પતિ શોએબ ઇબ્રાહિમે તેમના વ્લોગ દ્વારા જણાવ્યું હતું કે દીપિકા કક્કરને ગાંઠ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની સર્જરી થશે. જોકે, અભિનેત્રી ક્યારે સર્જરી કરાવશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું: અમદાવાદામાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા












