દિલજીત દોસાંજને મળ્યુ સન્માન, ‘અમરસિંહ ચમકીલા’ Emmy Awards માટે થઈ નોમિનેટ

- આ દિલજીતનું પહેલું એમી નોમિનેશન છે. ડેવિડ મિશેલ, ઓરિઓલ પ્લા અને ડિએગો વાસ્ક્વેઝ જેવા ઈન્ટરનેશનલ કલાકારો પણ આ રેસમાં સામેલ છે
26 સપ્ટેમ્બર, 2025, મુંબઈઃ ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ Diljit Dosanjh, જે તેના સુરીલા અવાજ માટે જાણીતો છે, તેને એક મોટું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. તેને હોલીવુડના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય Emmy Awards 2025 માટે નામાંકિત કરવામાં આવ્યા છે. દિલજીતને તેમની નેટફ્લિક્સ ફિલ્મ અમર સિંહ ચમકીલા માટે અભિનેતા દ્વારા શ્રેષ્ઠ અભિનય શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે.
દિલજીતે ઈમ્તિયાઝ અલીને ક્રેડિટ આપી
આ દિલજીતનું પહેલું એમી નોમિનેશન છે. ડેવિડ મિશેલ, ઓરિઓલ પ્લા અને ડિએગો વાસ્ક્વેઝ જેવા ઈન્ટરનેશનલ કલાકારો પણ આ રેસમાં સામેલ છે. અમર સિંહ ચમકીલાને માત્ર દિલજીતના અભિનય માટે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ ટીવી મૂવી/મિની-સિરીઝ શ્રેણીમાં પણ નોમિનેટ કરવામાં આવ્યું છે.
નોમિનેશનના સમાચાર મળતાં જ દિલજીતે ફિલ્મના દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીને શ્રેય આપ્યો છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઈમ્તિયાઝને ટેગ કરીને લખ્યું, આ બધું તમારા કારણે થયું. ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંઝે અમર સિંહ ચમકીલામાં સ્વર્ગસ્થ પંજાબી લોક ગાયક અમર સિંહ ચમકીલાની ભૂમિકા ભજવી હતી, જે તેમની બાયોપિક હતી.
પરિણીતી ચોપરાએ ખુશી વ્યક્ત કરી
ફિલ્મમાં દિલજીત સાથે અભિનય કરનાર પરિણીતી ચોપરાએ પણ આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરતા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, મને ચમકીલા ટીમ પર ખૂબ ગર્વ છે.
આ પણ વાંચોઃ સમીર વાનખેડેને દિલ્હી હાઈકોર્ટમાંથી ફટકો, શાહરૂખ-આર્યન પર ₹2 કરોડના માનહાનિ કેસ પર સવાલ ઉઠાવ્યા












