ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું પણ ડિજિટલાઈઝેશન, જાણો શું થશે દર્દીઓને ફાયદો

Text To Speech

આરોગ્ય સેવાઓનું પણ ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. જેમાં બારકોડથી ગમે ત્યાં સારવાર ઉપલબ્ધ થશે. તેમાં ઈ-સરકાર પછી હવે સરકારી હોસ્પિટલો પણ પેપરલેસ થશે. તેમજ દર્દીને કાગળની ફાઈલો લઈ દોડવું નહીં પડે. તથા બધી જ હિસ્ટ્રી એક નંબરમાં સચાવશે.

આ પણ વાંચો: અમદાવાદ-કચ્છમાં ITના એક સાથે દરોડા, 100 જેટલા અધિકારીઓ સર્ચમાં જોડાયા

એક નંબર કે બારકોડથી દર્દીઓને ગમે ત્યા સારવાર ઉપલબ્ધ થશે

ગુજરાતમાં ઈ- સરકારના અમલ બાદ હવે સરકારી હોસ્પિટલોમાં તમામ આરોગ્ય સેવાઓ પેપરલેસ કરવા તરફ વહિવટી તંત્ર આગળ વધી રહ્યુ છે. હેલ્થ સર્વિસ સેક્ટરમાં ડિજિટલાઈઝેશનને કારણે માત્ર એક નંબર કે બારકોડથી દર્દીઓને ગમે ત્યા સારવાર ઉપલબ્ધ થઈ શકશે. કાગળની ફાઈલ સાચવી રાખવા કે તેને લઈને હોસ્પિટલમાં જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. દર્દીની બધી જ હિસ્ટ્રી એક ઈ-ફાઈલમાં ઉપલબ્ધ રહેશે. જેના નંબરને આધારે સારવાર મળી શકશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સી.આર.પાટિલનું કદ વધ્યું, લોકસભા 2024ની ચૂંટણીમાં બનશે કેપ્ટન!

તબીબોને દર્દીની સારવાર કરવામાં સુગમતા મળશે

આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ સર્વિસથી કોઈ પણ દર્દી પોતાને ફાળવાયેલા નંબરને આધારે રાજ્યની કોઈ પણ હોસ્પિટલમાં સારવાર સરળતાથી લઈ શકશે. કારણ કે, દર્દીની તમામ જાણકારી ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી ડોક્ટરને કાગળની ફાઈલની અનિવાર્યતા રહેશે નહી. રોગ, નિદાન, પૃથ્થકરણ અહેવાલો અને દાખલ થવાથી લઈને ડિસ્ચાર્જ, ફ્લોઅપ સુધીનો ઈતિહાસ આંગળીના ટેરવે હોવાથી તબીબોને દર્દીની સારવાર કરવામાં સુગમતા મળશે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દા પર લેવાશે મોટા નિર્ણય

કાગળની કેસ ફાઈલની નિભાવણીએ સૌથી મોટો પડકાર

હાલમાં કોઈ પણ દર્દી અને હોસ્પિટલના વહિવટી તંત્ર કે તબીબો માટે કાગળની કેસ ફાઈલની નિભાવણીએ સૌથી મોટો પડકાર છે. પરંતુ, તેના ડિજિટલાઈઝેશનથી ઈ- ફાઈલની ઉપલબ્ધીની સાથે જ સરકાર પુરસ્કૃત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ મુખ્યમંત્રી અમૃતમ્-મા યોજના હેઠળની સારવારો પણ તેમાં સામેલ રહેતા આરોગ્ય સેવાઓનું નિયમન વધુ અસરકારક રીતે થશે તેવો દાવો સરકારી અધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે.

Back to top button