આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

શું ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી?, હોર્મુઝ સ્ટ્રેટ પર આપ્યું મોટું નિવેદન

Iran Hormuz: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે વિશ્વભરમાં ઉર્જા સંકટની ભીતિ ઊભી થઈ છે. મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધતા તેલ અને ગેસ સપ્લાય પર ગંભીર અસર જોવા મળી રહી છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઇંધણની અછતનો ભય વધ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન સામે ઘૂંટણ ટેકી દીધા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પને આખરે હોર્મુઝ મુદ્દા પર હારનો સામનો કરવો પડ્યો છે. ઈરાન સાથેના યુધ્ધ દરમિયાન તેઓ આક્રમક દેખાતા હતા, પરંતુ હવે તેમનું વલણ નરમ પડતું દેખાય છે. શરૂઆતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સખત પ્રયાસો કર્યા. તેમણે વિશ્વભરના અનેક દેશો પાસેથી મદદ માંગી અને પોતાના વિમાનવાહક જહાજો તૈનાત કરવાનું પણ વિચાર્યું. જોકે, ઈરાન સામે અમેરિકાના ઇરાદા આખરે નિષ્ફળ ગયા. પરિણામે, ડોનાલ્ડ ટ્રમ્પે હવે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ સાથે યુનાઇટેડ સ્ટેટ્સનો વધુ કોઈ સંબંધ નથી.

હોર્મુઝ મુદ્દે અમેરિકા પાછળ હટ્યું?

ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને મુક્ત કરાવવાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે. વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, તેની સુરક્ષા માટે જવાબદારી તે દેશોએ જ લેવી જોઈએ જે તેનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે અમેરિકા સીધો ઉપયોગ કરતું નથી, પરંતુ જરૂર પડશે તો મદદ કરવા તૈયાર છે. પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી તેની જરૂર ન હોવી જોઈએ.” આ નિવેદનને ઘણા વિશ્લેષકો અમેરિકાની નીતિમાં મોટો ફેરફાર ગણાવી રહ્યા છે.

મિત્ર દેશોનો સાથ ન મળ્યો

અત્યાર સુધી અમેરિકા દાવો કરતું હતું કે, તેણે ઈરાનની નેવી, એરફોર્સ અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. પરંતુ હકીકત એ છે કે, હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ ઈરાનની માઈન્સ, ડ્રોન્સ અને મિસાઈલોના કારણે બંધ છે. ટ્રમ્પે ચીન, જાપાન, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા સાથી દેશોને હોર્મુઝમાં વોરશિપ મોકલવા વિનંતી કરી હતી. પરંતુ ઈરાનના ડરથી કોઈ તૈયાર ન થયું.

NATO સાથે તણાવ વધ્યો

NATO એ પણ સહકાર આપવાનો ઇનકાર કરી દીધો, જેનાથી નારાજ ટ્રમ્પે NATO સહયોગીઓને ‘કાયર’ સુધી કહી દીધા હતા. ઉપરાંત NATO ને અમેરિકા વગર નખ વગરનો વાઘ ગણાવ્યો હતો. ફ્રાન્સ, જાપાન અને જર્મની જેવા દેશો હોર્મુઝમાંથી સુરક્ષિત રસ્તો ઈચ્છતા હતા, પરંતુ તેમણે સીઝફાયરની શરત મૂકી, જેના માટે ટ્રમ્પ તૈયાર નથી. NATO તરફથી પણ સીધો સહકાર ન મળતા પરિસ્થિતિ વધુ જટિલ બની. અહેવાલ મુજબ ટ્રમ્પે NATO ના કેટલાક સહયોગીઓને કડક શબ્દોમાં ટીકા કરી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તણાવ વધુ વધ્યો છે.

વિશ્વ માટે ચિંતાજનક સંકેત

હોર્મુઝમાં વધતી અનિશ્ચિતતા માત્ર મધ્ય પૂર્વ પૂરતી સીમિત નથી, પરંતુ તેનો પ્રભાવ વૈશ્વિક અર્થતંત્ર પર સીધો પડી રહ્યો છે. ખાસ કરીને ઉર્જા પર આધારિત દેશો માટે આ પરિસ્થિતિ મોટો પડકાર બની શકે છે. આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે, હોર્મુઝ સંકટ હવે માત્ર પ્રાદેશિક મુદ્દો નથી, પરંતુ વૈશ્વિક શક્તિઓ વચ્ચેની રાજકીય અને સૈન્ય ગોઠવણને ફરીથી આકાર આપી શકે તેવી મોટી ઘટના બની રહી છે.

આ પણ વાંચો: દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલો, NCCનું પણ થશે વિસ્તરણ: રાજનાથ સિંહની જાહેરાત

 

Back to top button