ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર, જાણો કોર્ટે કઈ આકરી શરતો રાખી

ગીર સોમનાથ, 18 સપ્ટેમ્બર, 2025: લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. આકરી શરતો સાથે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
કોર્ટે શરતોને આધિન જામીન મંજૂર કર્યા છે. સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે અન્ય 6 આરોપીઓના 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. કોર્ટએ કડક શરતો પણ ફરમાવી છે. આરોપીઓને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર થવું પડશે. સાથે જ દેવાયત ખવડ તથા અન્ય આરોપીઓ પર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.
શું હતો હુમલાનો સમગ્ર મામલો ?
થોડા દિવસો અગાઉ તાલાલાના ચિત્રોડ ગામ નજીક અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત કુલ 16 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ ધ્રુવરાજસિંહની કારને ફોર્ચ્યુનર અને ક્રેટા જેવી ગાડીઓથી ટક્કર મારી હતી. ત્યારબાદ, લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેવાયત ખવડ પર રિવોલ્વર બતાવી 15 તોલા સોનાનો ચેઇન અને રોકડ રકમ લૂંટવાનો પણ આરોપ છે. આ ઘટના બાદ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:લલિત મોદીના ભાઈ સમીર મોદીની દિલ્હી પોલીસે ધરપકડ કરી, શું છે આરોપ?












