‘માફ કરજો મમ્મી-પપ્પા, હું હવે સહન નહીં કરી શકું..’:લગ્નના 8 મહિના બાદ પરિણીતાનું મોત
Dehradun : દહેરાદૂનના ડોઈવાલા વિસ્તારમાં એક નવવધૂના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. ઘટના પહેલાં યુવતીએ એક વીડિયો બનાવીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ તેણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. મૃતકના લગ્નને હજુ માત્ર 8 મહિના જ થયા હતા.
ઘટના પહેલાં યુવતીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ‘સોરી મમ્મી… સોરી પપ્પા… સોરી રૂચિ. ખબર નહીં બધું ખૂબ જ અજીબ થઈ ગયું છે. 6 મહિનાથી સહન કરી રહી છું, હવે વધુ સહન નથી થતું. આ લોકો ક્યારેય બદલાઈ શકે તેમ નથી. બધું લગ્ન પછી શરૂ થયું..’
આ મામલે મૃતકની માતાએ સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ડોઈવાલા થાણા પોલીસે મૃતકના પતિ, સાસુ અને નણંદ સામે ગુનો દાખલ કર્યો છે. મૃતકનો પતિ સચિવાલયમાં અંગત સચિવ (પ્રાઈવેટ સેક્રેટરી) ના પદ પર તૈનાત હોવાનું કહેવાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસે પતિ સૌરભ રતૂડી, સાસુ પરવીના દેવી અને નણંદ ચારૂ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 80(2) હેઠળ કેસ નોંધ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ડીએસપી (Co) કક્ષાના અધિકારી વંદના વર્માને સોંપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:ચોમાસામાં ધોયા વગર જીન્સને ફ્રેશ રાખવાની 5 સરળ ટ્રિક્સ, ભેજ અને દુર્ગંધથી મળશે મુક્તિ!
આ પણ વાંચો:ચોમાસામાં ધોયા વગર જીન્સને ફ્રેશ રાખવાની 5 સરળ ટ્રિક્સ, ભેજ અને દુર્ગંધથી મળશે મુક્તિ!












