ઉત્તર ગુજરાત

ડીસા : ભુજ રેન્જ IG જે.આર મોરથલીયા બનાસકાંઠા SP ‌અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં E-FIR અંગે સેમીનાર યોજાયો

Text To Speech

પાલનપુર: ડીસામાં લાયન્સ હોલ ખાતે સીટીઝન ફર્સ્ટ એપ અને પોર્ટલ પર E-FIR અંગે લોકોને જાગૃત કરાયા હતા. તેમજ લોકો હવે ઘરે બેઠા વાહન ચોરી સહિત 16 જેટલી પોલીસ ની સેવાનો ઘરે બેઠા લાભ લઈ શકશે જેથી લોકો ને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવામાંથી છુટકારો મળશે.

ડીસામાં ભુજ રેન્જ આઈજી જે. આર. મોરથલીયાની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર. અંગે સેમીનાર યોજાયો હતો. ઈ-એફ.આઈ.આર.માં મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર. કરી શકશે. આ સેવાનો લાભ લઇ શકે તે માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ડીસા લાયન્સ હોલ ખાતે યોજાયેલ ઈ-એફ.આઈ.આર. અંગે સેમીનારમાં ગુજરાત પોલીસની મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદનો ઓનલાઈન સ્વીકાર અને નિકાલ કરતી સેવાની માહિતી આપી હતી. તેમજ ઇ -એફ.આઈ. આર. એ ડિજિટલ ગુજરાત ઝુંબેશનો એક મહત્વનો પડાવ અને સિધ્ધી છે. સામાન્ય માણસને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ આપવા માટે આ સેવા શરૂ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

ઈ-એફ.આઈ.આર.- humdekhengenews

ઇ-ગુજકોપ પ્રોજેકટ હેઠળ બનેલા સિટીઝન પોર્ટલ દ્વારા નાગરિકો હવે ઘરે બેઠા ૧૬ જેટલી પોલીસ સેવા મેળવી શકે છે. સેમિનારમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા,જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા,રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્યા ડો.રાજુલબેન દેસાઈ, ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતીક પઢિયાર અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કૈલાશભાઈ ગેલોત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button